જાવેદ સૈયદ/અમદાવાદ :ટીકટોક વીડિયો બનાવવાના મામલે રાજ્યના ડીજીપીનો પરિપત્ર છતા લાગે છે કે, ગુજરાતના પોલીસ ઓફિસરોને ટિકટોકનું વળગણ છૂટતું નથી. રોજેરોજ નવા નવા ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે, જેમાં ખુદ પોલીસ ઓફિસર્સ જ કાયદા અને નિયમોના ધજ્જિયા ઉડાવતા દેખાઈ રહ્યાં છે. અમદાવાદ પોલીસનો વધુ એક ટિકટોક વિડિઓ વાઈરલ થયો છે. અમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓનો ટિકટોક વીડિયો વાઈરલ થયો છે. 


નેતા વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન કરવા વહેલી સવારથી જ લોકો પહોંચ્યા, બપોરે અંતિમ સંસ્કાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરોમાં પાણી ઘૂસ્યા 


ઉલ્લેખનીય છે કે,  સોશિયલ મીડિયા ઉપર પોલીસની છબી ખરાબ ન થાય તે માટે ડીજીપીએ સુચના આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. હાલમાં TikTok પર વિડિયો મૂકવાની ઘટનાઓની ગંભીરતા ધ્યાને લઇને ડીજીપીએ આપી સુચના આપી છે. સોશિયલ મિડિયાના ઉપયોગ અંગે કાયદા અને નિયમોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે તેવો પરીપત્રમાં ઉલ્લખ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવા સુચના આપી છે.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :