ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવાઈ રહેલા અનેક પગલાઓની સમીક્ષા માટે આજે બેઠક મળી હતી. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, અમદાવાદના જે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, તે ઉઠાવી લેવામાં આવ્યો છે. આવતીકાલથી તમામ બ્રિજને અવરજવર માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામા આવ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરમાં અગાઉ કેન્ટેઈનમેન્ટ ઝોન અંતર્ગત મૂકવામાં આવેલ વિસ્તારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે શહેરના કેટલાક વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેવ સંપૂર્ણ વોર્ડને બદલે જે-તે વોર્ડમાં સમાવિષ્ટ કેટલાક વિસ્તારોને જ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં મૂકાશએ. જેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. 


સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો, બોટાદમાં વૃક્ષો ધરાશાયી, પતરા ઉડ્યા...


આ ઉપરાંત અમદાવાદના કન્ટેઈનમેન્ટ-માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર સિવાયના પ્રતિબંધિત ના હોય તેવી તમામ આર્થિક પ્રવૃત્તિઓ માટે ખુલ્લો રહેશે. જે માટે નિયમોનું પાલન કરવાનું રહેશે. 


  • વેપાર ઉદ્યોગ-ધંધા માત્ર સવારના 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જ ખોલી શકાશે. કન્ટીન્યુઅસ પ્રોસેસવાળા ઉદ્યોગો રાત્રે 8 સુધી ખુલ્લા રાખી શકાશે.

  • માત્ર શાકભાજી અને ફળફળાદીના ફેરિયા જ વેપાર કરી શકશે, બાકીના પ્રવૃત્તિવાળા ફેરિયાઓને 8 જૂનથી નિશ્ચિત કરેલી જગ્યાઓ પર વેપારની છૂટછાટ આપવામાં આવશે. 

  • ઓફિસ-દુકાનોના માલિકો કે કર્મચારીઓ કોઈ પણ વ્યક્તિ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી આવીને આવી આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાઈ નહિ શકે.

  • બેંક, ન્યૂ ક્લોથ માર્કેટ, મસ્કતી માર્કેટ અને આ પ્રકારના અન્ય તમામ માર્કેટ જે કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ન આવતા હોય, કાપડની દુકાનો, શો રૂમ, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર,

  • લાઈબ્રેરી, તમામ રિપેરીંગની દુકાનો, ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશન, ચા કોફી સ્ટોલ, પાન મસાલાની દુકાનો શરૂી કરી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર