અમદાવાદનાં કૃષ્ણનગરમાં 15 વર્ષની સગીરા પર એક પછી એક અનેક મિત્રોએ દુષ્કર્મ આચર્યું
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી પંદર વર્ષીય સગીરાને તેના જ કાકાના મિત્રએ ધમકાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આરોપીઓ અટક્યા નહી અને આરોપી સાગરના મિત્રએ તેને બ્લેકમેઇલ કરી દહેગામ ખાતે એક બિલ્ડિંગના ભોયરામાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. આ અંગે દુષ્કર્મ આચરનાર બે સહિત 3 શખ્સો સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી પંદર વર્ષીય સગીરાને તેના જ કાકાના મિત્રએ ધમકાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આરોપીઓ અટક્યા નહી અને આરોપી સાગરના મિત્રએ તેને બ્લેકમેઇલ કરી દહેગામ ખાતે એક બિલ્ડિંગના ભોયરામાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. આ અંગે દુષ્કર્મ આચરનાર બે સહિત 3 શખ્સો સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં 15 વર્ષની સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. સગીરાના કાકાના મિત્રોની ઘરે અવર જવર હોવાથી તેઓની ઓળખમાં આવી હતી. કાકાના મિત્ર સાગર પટેલ (રહે.સરદાર બંગ્લોઝ, ઠક્કરનગર) સગીરાને ધમકાવી હતી. "તું મારા સાથે સેટીંગ નહી કરે તો તારા ઘરવાળાને મારી નાખીશ" તેવી ધમકી આપી હતી. સાગરે તેના જ ઘરમાં સગીરા સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતુ.
સાગરે દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્રએ પણ સગીરા પર દુષ્કર્મ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. સાગરે આચરેલા દુષ્કર્મના થોડા સમય બાદ એટલે કે 20 દિવસ પહેલા રાજ્ઞેશ ધાનાણીએ પણ સગીરાને ધમકી આપી હતી. સગીરાને કહ્યું કે, તું મારા સાથે ફ્રેન્ડશીપ કર નહી તો તુ સાગરને મળવા ગઇ હતી તે વાત તારા ઘરે કહી દઇશ તેવી ધમકી આપી હતી.
આખરે રાજ્ઞેશે કરેલા બ્લેકમેઇલમાં સગીરા ફસાઇ હતી અને ધમકીથી વશ થઇને રાજ્ઞેશ અને તેના મિત્ર ધુવીક ઉર્ફે ડીડી સાથે એક કારમાં બહાર નીકળી હતી. આરોપીઓ કાર લઇ દહેગામ રિંગ રોડ સર્કલ નજીક આવેલા એક બિલ્ડિંગના પાર્કિંગમાં લઇ ગયા હતા અને બંન્નેએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સતત રાજ્ઞેશ, સાગર અને તેના મિત્રો મળી સગીરાને વધુ બ્લેકમેઇલ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા. જેથી ગભરાયેલી સગીરાએ પોતાના પરિવારને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.