અમદાવાદનો જહાન પટેલ સબ-જૂનિયર ગુજરાત સ્ટેટ એકવાટિક ચેમ્પિયનશિપ-2022માં બન્યો રનર અપ
જહાન પટેલે 100-મીટર બેકસ્ટ્રોક, મેડલી રિલે - જેમાં ટીમે રાજ્ય-કક્ષાનો રેકોર્ડ બનાવ્યો અને 200-મીટર બેકસ્ટ્રોકમાં એમ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા. તેણે 400 મીટર વ્યક્તિગત મેડલી (આઈએમ) માં સિલ્વર અને 800 મીટર ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.
ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે વધુ એક ઉભરતા સિતારાએ પોતાની હાજરી પ્રસ્થાપિત કરી છે. અમદાવાદનો 12 વર્ષનો જહાન પટેલ ગયા સપ્તાહે રાજકોટમાં યોજાયેલી 48 મી -38મી સબ જૂનિયર ગુજરાત સ્ટેટ એકવાટિક ચેમ્પિયનશિપ- 2022માં રનરઅપ બન્યો છે. આ ચેમ્પિયનશિપનુ આયોજન સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયા અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન સાથે જોડાયેલા ગુજરાત સ્ટેટ એકવાટિક એસોસિએશને કર્યુ હતું.
જહાન પટેલે 100-મીટર બેકસ્ટ્રોક, મેડલી રિલે - જેમાં ટીમે રાજ્ય-કક્ષાનો રેકોર્ડ બનાવ્યો અને 200-મીટર બેકસ્ટ્રોકમાં એમ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા. તેણે 400 મીટર વ્યક્તિગત મેડલી (આઈએમ) માં સિલ્વર અને 800 મીટર ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. તે કેલોરકસ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદનો વિદ્યાર્થી છે.
જેમાં સમગ્ર રાજયમાંથી 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેવા બે દિવસના આ સ્પર્ધાત્મક રમત મહોત્સવનુ ઉદ્ઘાટન રાજકોટના માનનિય મેયર પ્રદિપ ડવએ કર્યુ હતું. જહાને રાજપથ કલબ, અમદાવાદના હેડ સ્વિમીંગ કોચ હાર્દિક પટેલ પાસેથી તાલિમ મેળવી છે. જહાને ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અપવાદરૂપ પ્રદર્શન દર્શાવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube