અમદાવાદમાં ક્રાઇમ સીરિઝને સારી ગણાવે તેવી ઓનર કિલિંગની ઘટના, દીકરીને પ્રેમ લગ્નની જીદ ભારે પડી!
6 સપ્ટેમ્બરે કણભાના બાકરોલ બુજરંગ ગામના સ્મશાનમાં કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાની બાતમી પોલીસને આપવામાં આવી હતી. આ વાત સાંભળ્યા બાદ પોલીસ તાબડતોડ પહોંચી હતી અને ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી.
ઝી બ્યુરો/અમદાવાદ: પ્રેમ લગ્ન કરવાની જીદમાં કેટલીક વખત માઠા પરિણામો ભોગવવા પડતા હોય છે. અમદાવાદના કણભામાં હાલ એક ઓનર કિલિંગની હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. જી હા...પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરતી યુવતીને પરિવારજનોએ બહારગામ લઈ જઈને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. બાદમાં તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં સમગ્ર કેસની તપાસ શરૂ થઈ હતી અને મોટા ખુલાસાઓ થયા હતા. આ ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આકાર લઈ રહ્યું છે ભારે ચક્રવાત! અંબાલાલે કહ્યું;આ તારીખો લખી લેજો, સો ટકા વરસાદ આવશે
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 6 સપ્ટેમ્બરે કણભાના બાકરોલ બુજરંગ ગામના સ્મશાનમાં કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાની બાતમી પોલીસને આપવામાં આવી હતી. આ વાત સાંભળ્યા બાદ પોલીસ તાબડતોડ પહોંચી હતી અને ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે સ્મશાનમાં કોઈ યુવતીની અંતિમવિધિ થઈ છે. જે નરોડા વિસ્તારમાં રહેતી હતી. પોલીસ પરિવારજનોની પુછપરછ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.
ગુજરાતનો ભલે વિકાસ થયો હોય, પણ છેલ્લા 25 વર્ષથી આ ગામ જોઈ રહ્યું છે ST બસની રાહ
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતીને તેના જ ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. યુવતી અગાઉ યુવક સાથે ભાગી પણ ગઈ હતી, પરંતુ યુવતી અને યુવક એક જ સમાજના હોવાથી લગ્ન શક્ય નહોતા. જેથી પરિવારે યુવતીને સમજાવી હતી છતાં તે માની નહોતી. આખરે પ્રેમ લગ્નની જીદે ચઢેલી યુવતીના કારણે સમાજમાં બદનામી થાય તેના ડરથી તેના પરિવારજનોએ તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. હત્યાનું કાવતરું ઘડાયા બાદ યુવતીને ખોટું બોલીને બહાર લઈ જવામાં આવી હતી, જ્યાં વડોદરા હાલોલ કેનાલ પાસે યુવતીને ગળેટૂંપો આપીને હત્યા કરી નાંખવામાં આવી હતી.
ગુજરાતના પૂર્વ સાંસદના ભત્રીજાની ફિલ્મીઢબે ગોળી મારીને હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના
બાદમાં પરિવારે યુવતીની લાશની અંતિમવિધિ કરીને પુરાવાનો નાશ પણ કર્યો હતો. જોકે દુર્ભાગ્યવશ આ વાતની જાણ પોલીસને થઈ ગઈ હતી અને આખી ઘટના પોલીસ સમક્ષ આવી ગઈ હતી. પોલીસે ઓનરકિલિંગની આ ઘટનામાં ચાર લોકોની ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.