ગુજરાતના પૂર્વ સાંસદના ભત્રીજાની ફિલ્મીઢબે ગોળી મારીને હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?
ગઈ કાલે રાત્રે કવાંટ તાલુકાના પીપલદી ગામે ફાયરીંગ કરીને હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પૂર્વ સાંસદ અને હાલ ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવાના ભત્રીજાની બંદૂકની ગોળી મારી હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે.
Trending Photos
Kuldeep Rathwa was shot dead, ઝી બ્યુરો/છોટા ઉદેપુર: જિલ્લામાં એક પછી એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ગઈ કાલે રાત્રે કવાંટ તાલુકાના પીપલદી ગામે ફાયરીંગ કરીને હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પૂર્વ સાંસદ અને હાલ ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવાના ભત્રીજાની બંદૂકની ગોળી મારી હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે.
છોટાઉદેપર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામે પૂર્વ સાંસદ અને હાલ ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંગભાઈ રાઠવાની બંદૂકની ગોળી મારી હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને કવાંટ પોલીસ હરકતમાં આવી હતી. જેને લઈને તત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકની લાશને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ માટે મોકલી હતી.
ફરિયાદીના જણાવ્યા મુજબ મરનાર કુલદીપભાઈ રાઠવા રાત્રે બહાર આટો મારવા નીકળ્યા હતા. ગામમાં રહેતા શંકરભાઈ રાઠવા અને અમલાભાઈ રાઠવા નાઓ બાઇક ઉપર આવ્યા હતા અને શંકર રાઠવાએ બાઇક પાછળ બેસીને બેરબોલ બંદૂકથી કુલદીપ રાઠવાના પેટના ભાગે ગોળી મારી હત્યા કરી નાખી હતી.
હત્યાનું કારણ પોલીસના બતાવ્યા મુજબ ગ્રામપંચાયતની ચૂંટણીમાં આરોપી શંકર રાઠવા હારી ગયા હતા. જેની અદાવત રાખી અને અગાઉ પણ શંકર રાઠવા અને કુલદીપ રાઠવા વચ્ચે ઝઘડોઓ થયા હતા. જેની અદાવતમાં શંકર રાઠવા દ્વારા કુલદીપ રાઠવાની હત્યા કરી હોય તેવી પોલીસ દ્વારા જણાવામાં આવ્યું હતું. હાલ મુખ્ય આરોપી શંકર રાઠવાને પોલીસે ઝડપી પાડ્યો છે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે