અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યા! 4 શખસે આડેધડ છરીના ઘા ઝીંકી પતાવી દીધો, તંગદિલીનો માહોલ
માધવપુરા વિસ્તારમાં રહેતા કૃણાલ ઠાકોર નામના યુવકને એક્ટિવા પર આવેલા 4 શખ્સો કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર અને રાજ ઠાકોરએ છરીના ઘા ઝીકીને જાહેરમાં કૃણાલની હત્યા કરી દીધી.
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. અગાઉના ઝઘડાની અદાવતમાં એક યુવકની હત્યા કરવા આરોપીઓ પહેલા ઘરે જઈ હુમલો કર્યો. બાદમાં છરીના ઘા ઝીકીને હત્યા કરીને 4 યુવકો ફરાર થયા. જોકે માધવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. માધવપુરા વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીકીને યુવકની હત્યા થતા સનસનાટી મચી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દેહસત ફેલાઈ હતી અને માધવપુરા બજાર બંધ નું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.
અંબાલાલ પટેલની 'અતિભારે' આગાહી: આગામી 24 કલાકમાં આ 7 જિલ્લામાં મેઘરાજા મંડાશે
ઘટના એવી છે કે માધવપુરા વિસ્તારમાં રહેતા કૃણાલ ઠાકોર નામના યુવકને એક્ટિવા પર આવેલા 4 શખ્સો કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર અને રાજ ઠાકોરએ છરીના ઘા ઝીકીને જાહેરમાં કૃણાલની હત્યા કરી દીધી. હત્યા પહેલા આરોપીઓ કૃણાલના ઘરે ગયા હતા અને ઝઘડો કરીને હુમલો કર્યો હતો. પરંતુ કુણાલના પરિવારે પોલીસને જાણ કરતા આરોપી ત્યાંથી નીકળી ગયા હતા. અને રાત્રે કુણાલ એકલો મળી આવતા તેની પર છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી.
સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : બનાસકાંઠામાં હવે તીડ આવશે તો અમે બરબાદ થઈ જઈશું
યુવકની જાહેરમાં હત્યા કેસમાં પરિવારે માધવપુરાના દશરથ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. દશરથ ઠાકોર અને કુણાલ ના પરિવાર સાથે ઝઘડો ચાલતો હતો.જેની અદાવત રાખીને દશરથ ઠાકોર સોપારી આપીને હત્યા કરાઈ હોવાના આક્ષેપો પરિવારે કર્યા હતા. જાહેરમાં હત્યા થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. જ્યારે માધવપુરા બજાર પર બંધ રાખવામાં આવ્યું હતું. માધવપુરા પોલીસે કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર અને રાજ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દોસ્ત દોસ્ત ના રહા! એક યુવતી સાથે ફ્રેન્ડશીપના ચક્કરમાં બે મિત્રો વચ્ચે ખેલાયો ખૂની
અમદાવાદમાં તાજેતરમાં બનેલી 4 જેટલી હત્યાની ઘટનાએ ફરી કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યો છે. માધવપુરા પોલીસે હત્યા કેસમાં ફરાર આરોપીની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવી છે. જ્યારે પરિવારે કરેલા આક્ષેપોને લઈને પણ તપાસ શરૂ કરી છે.
60,000 ની નીચે પહોંચ્યો સોનાનો ભાવ, આજે પણ થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ