અંબાલાલ પટેલની 'અતિભારે' આગાહી; કાલથી મેઘા નક્ષત્રમાં વરસાદ પડશે તો પાછળના ચાર નક્ષત્ર પણ વરસશે!

Gujarat Monsoon 2023: ગુજરાતમાં આગામી 24 કલાક હળવા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં હળવો વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ હળવો વરસાદ પડી શકે છે. હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં પણ એકાદ વખત હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસામાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી કૃષિ પાક અને સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. મધા નક્ષત્ર અંગે કહેવત છે કે, જો વરસે મઘા તો થાય ધાન્યના ઢગલા. મઘા વરસાદથી ધરતી ધરાય જાય છે. એટલે મઘા નક્ષત્ર વરસે તો પાછળના ચાર નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે. 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસે છે અને વરસાદ થવાનું અનુમાન છે. જો મઘા વરસે તો પૂર્વા ફાલગુની, ઉતરા ફાલગુની, હસ્ત અને ચિત્રા નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે.

1/6
image

ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે, નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. ઓગસ્ટ મહિના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. નર્મદાના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણી આવક વધશે.

2/6
image

અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.  

3/6
image

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. 24 કલાક પછી વરસાદની શક્યતાઓ નહીંવત છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતાઓ છે. તો બીજી બાજુ જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 

4/6
image

નોંધનીય છે કે, રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,58,797 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 

5/6
image

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં પૂરતો વરસાદ થઇ ચૂક્યો છે અને આગામી દિવસોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભવના છે. 17થી 30ઑગસ્ટ દરમિયાન થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે. આ વરસાદનું પાણી સારું રહેશે અને પહેલાના જમાનામાં મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરવામાં આવતું હતું. મઘા નક્ષત્રમાં થયેલ વરસાદથી ચણાનો પાક સારું થતું હોય છે.

6/6
image

મહત્વનું છે કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.