અતુલ તિવારી/અમદાવાદ :એક તરફ ખાનગી હોસ્પિટલ ખોલવાને લઈ કેટલાક ડૉક્ટરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે, તો કેટલાક ડોકટરોએ તંત્ર પાસેથી વધારાની સગવડ માટે મદદ માંગી છે. ત્યારે લોકડાઉનમાં પણ દર્દીઓની સેવા, ઈલાજ માટે અમદાવાદના ડોક્ટર પ્રવીણ ગર્ગે અનોખો જુગાડ શોધીને પોતાની હોસ્પિટલ શરૂ કરી છે. મેમનગર વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા MD ફિઝિશિયન ડોકટર પ્રવીણ ગર્ગે સલામતી માટે અને  દર્દીને તપાસવા માટે પોતાની કેબિનમાં ડાઇનિંગ ટેબલના પ્લાસ્ટિકના કવરનો ઉપયોગ કર્યો છે.   


આજે પણ અમદાવાદના GMDC મેદાનમાં 1000થી વધુ પરપ્રાંતિયો એકઠા થયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલના તમામ સોફા હટાવી ખુરશી મૂકી દેવાઈ
કોરોના (Coronavirus) ની મહામારી વચ્ચે બંધ થયેલા હોસ્પિટલ અને નર્સિંગ હોમ ધીમે ધીમે ખુલવાના શરૂ થયા છે. લોકડાઉનમાં તમામ દુકાનો બંધ છે, ત્યારે જાતે જ સલામતી માટેના પગલાં આ તબીબે લીધા છે. તમામ દર્દીઓ એપોઈમેન્ટ લઈ આવે તેમજ દર્દી સાથે માત્ર એક જ સ્વજન આવે તેવી તકનીક અપનાવી છે. હોસ્પિટલના તમામ સોફા હટાવી ખુરશી મૂકી દેવાઈ છે. આગામી સમયમાં કોરોનાની વચ્ચે જ રહેવું ફરજીયાત બન્યું છે એવામાં તમામ તકેદારી રાખવા પર ભાર તેઓએ આપ્યો  છે. અન્ય સિઝનલ ફ્લુની જેમ જ કોરોના હવે આગામી કેટલાક સમય સુધી જીવનનો ભાગ બનશે ત્યારે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની તકેદારી તમામ લોકો રાખે તેવી અપીલ આ તબીબ દ્વારા કરાઈ છે. 


રાજકોટમાં ફરી પ્રાણ ફૂંકાયો, 50 દિવસ બાદ આજે ઉદ્યોગો ધમધમતા થયા


દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી
કોરોનાના દર્દીઓને ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આપવા અંગે ડો.પ્રવિણ ગર્ગે કહ્યું કે, કોરોનાના દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે. આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપની રોશ આ ડ્રગ તૈયાર કરે છે. ભારતમાં ટોસિલિઝુમેબનો ઉપયોગ ઈન્ટ્રાવિનસ ફોરમ્યુલેશન માત્ર ઓટો ઈમ્યુન ડિસીઝ જેમ કે, સંધિવા ગઠિયા, સિસ્ટેમિક જુવેનાઈલ ઈડિયોપેથિક આર્થરાઈટિસ, પોલિઆર્ટિક્યુલર જુવેનાઈલ ઈડિયોપેથિક આર્થરાઈટિસ જેવી સમસ્યાઓ માટે સ્વીકાર્ય છે. કંપનીએ જણાવ્યું કે, સિપલા ટોસિલિઝુમેબને ભારતમાં પ્રમોટ કરવા અને ડિસ્ટ્રીબ્યુશન કરવા માટેનુ પાર્ટનર છે. જોકે, આ ડ્રગ સિપ્લા દ્વારા મેન્યુફેક્ચર નથી થતું. ટોસિલિઝુમેબને રોશેના વિદેશના મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ પરથી ભારતમાં આયાત કરવામાં આવે છે. 
40 હજારની કિંમતના આ ઇન્જેક્શનના બે ડોઝ દર્દીઓને આપવામાં આવશે. 


Pics : લોકડાઉનમાં ફસાયેલા 177 ગુજરાતીઓને કુવૈતથી ખાસ વિમાનમાં લાવવામાં આવ્યા


કોરોના આંતરડાને નુકસાન કરતું હોવાનું પણ જાણવા મળ્યું 
WHO એ લોકોને ચેતવણી આપી દીધી છે કે હવે લોકોએ કોરોના વચ્ચે હવે જીવવાનું છે એ સંદર્ભે ડો. ગર્ગે કહ્યું કે, કોરોના શરીરમાં રોગપ્રતિકારક શક્તિને ગેરમાર્ગે દોરતું હોવાનો અહેવાલ સામે આવ્યો છે. નવા સંશોધન મુજબ કોરોના આંતરડાને નુકસાન કરતું હોવાનું પણ જાણવા મળ્યું છે. કેટલાક કોરોનાના દર્દીઓને ઢાડા થતા હોય છે. તેમના આંતરડામાં વાયરસની અસર થવાને કારણે આ પ્રકારના લક્ષણ જોવા મળતા હોવાની શક્યતા છે. કોરોના શરીરમાં છુપાઈ રહેવા સતત સ્વરૂપ બદલતું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. કોવિડ 19 શરીરમાં પ્રવેશી કોશવિભાજનનું કામ બેકાબૂ કરતું હોવાનું સંશોધનમાં કહેવાયું છે. કોઈપણ વાયરસે શરીરમાં લાંબો સમય ટકવું હોય તો સ્વરૂપ બદલવું બને છે. જરૂરી આ પ્રક્રિયાને જિનેટિક મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. કોરોનાને કારણે આંતરડાને નુકસાન નથી થતું તેવા અગાઉ દાવા થયા હતા, પરંતુ ચીનના સંશોધનમાં આંતરડાને પણ નુકસાન થતું હોવાનું જણાવવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર