અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ઓફિસમાં એક સફાઇકર્મીએ ઝેરી દવા પીધી હતી. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝોનલ ઓફિસમાં આ ઘટના બની હતી. સફાઇકર્મીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે અહીં રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં હાજર રહેલા ઉપરી અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવા એક સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી. થલતેજના સફાઈકર્મી દ્વારા આત્મહત્યા કરવાના પ્રયાસનો મામલે આજે સમગ્ર શહેરમાં સાફાઈકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હડતાળને મ્યુનિસિપલ નોકર મંડળનો પણ ટેકો આપ્યો છે. બોડકદેવ ઝોનલ ઓફિસે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓના એકઠા થયા હતા. તમામ કર્મચારીઓ ઝોનલ ઓફિસ આગળ બેસી ગયા હતા. સાથે જ સફાઈ કર્મચારીઓએ વાહનો પણ રોક્યા હતા. હડતાળમાં કર્મચારીઓ કોવિડ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. કર્મચારીઓએ ઉગ્ર દેખાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર સામે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. 


[[{"fid":"298960","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"sweepers_strike_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"sweepers_strike_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"sweepers_strike_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"sweepers_strike_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"sweepers_strike_zee2.jpg","title":"sweepers_strike_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આજે સવારથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 17000 કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. જેથી આજે શહેરભરમાં સફાઈ બંધ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા આજે શહેરમાં સફાઇ કામ નહિ થાય. મ્યુનિસિપલ નોકર મંડળ સફાઇકર્મીઓનું સૌથી મોટુ સંગઠન છે. તો બીજી તરફ, કર્મચારીઓને ટોળાને જોતા પોલીસની 6 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. બે PI સહિત નો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે વાહનો રૂપી આડશો દૂર કરી હતી.


સફાઈ કર્મીઓની માંગણીઓ મુદ્દે amc અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યાં હોવાનું જોવા મળ્યું. ઝોનલ અધિકારીઓ મધ્યસ્થ કચેરી પર જવાબદારી ઢોળી રહ્યા છે. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર ઝોનલ કચેરીમાં આ પ્રશ્ન આવતો હોવાનું જણાવી રહ્યા છે.