બે અમદાવાદી યુવકોએ નકામા થયેલા ટુ વ્હીલરમાંથી બેટરી સંચાલિત વાહન બનાવ્યું
- માત્ર 20,000 રૂપિયાના ખર્ચે કેટલાક ફેરફાર કરીને ચાર્જ કરી શકાય તેવું વેહિકલ બનાવ્યું છે.
- 48 વોલ્ટની બેટરી લગાવવામાં આવી છે, જે 4 કલાકમાં ચાર્જ થાય અને એકવાર ફૂલ ચાર્જ થયા બાદ વેહિકલ 40 કિલોમીટર સુધી ચાલે છે
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં આવેલી સિલ્વર ઓક કોલેજના બે વિદ્યાર્થીઓએ બેટરીથી ચાલતું અનોખું વાહન તૈયાર કરવામાં આવ્યું છે. નકામા થયેલા ટુ વહીલરમાંથી બેટરી સંચાલિત વાહન બનાવ્યું છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ સ્ટાર્ટ અપ અંતર્ગત વિદ્યાર્થીઓને મદદ કરી છે. સિલ્વર ઓક કોલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા યશ રામાણી અને મિકેનિકલ એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મંથન પટેલે બેટરી સંચાલિત વેહિકલ તૈયાર કર્યુ છે.
આ પણ વાંચો : માસ પ્રમોશન વિશે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
ભંગાર થયેલા ટુ વ્હીલરમાંથી એન્જિન કાઢી બેટરી મૂકી 70ની સ્પીડ પર ચાલતું વેહિકલ તૈયાર કર્યું છે. માત્ર 20,000 રૂપિયાના ખર્ચે કેટલાક ફેરફાર કરીને ચાર્જ કરી શકાય તેવું વેહિકલ બનાવ્યું છે. 48 વોલ્ટની બેટરી લગાવવામાં આવી છે, જે 4 કલાકમાં ચાર્જ થાય અને એકવાર ફૂલ ચાર્જ થયા બાદ વેહિકલ 40 કિલોમીટર સુધી ચાલે છે. બેટરીથી સંચાલિત તૈયાર કરાયેલા ચાર્જિંગ વેહિકલ રિવર્સ પણ ચાલી શકે છે. વિદ્યાર્થીઓએ ચાર્જિંગવાળા વેહિકલ માટે RTOમાં પરવાનગી સંદર્ભે પણ પ્રોસેસ શરૂ કરી છે. ભંગાર થયેલા વાહનમાંથી જૂનું એન્જિન કાઢીને તેમાં મોટર કંટ્રોલર, એક્સિલેટર, ચેન અને ગિયર, ફ્રેમ, બેટરી કેપિસિટી મીટર ફિટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પોપ્યુલર બિલ્ડર ફરી એકવાર વિવાદમાં, થલતેજમાં કરોડોની જમીન પચાવી પાડી
હાલ બેટરીથી ચાલતા ચાર્જિંગવાળા બે વેહિકલ બનાવવામાં આવ્યા છે. આ બેટરી 3 વર્ષ ચાલશે તેવો દાવો કરાયો છે. હજુ પણ વેહિકલમાં કેટલાક પરિવર્તન કરાશે, ત્યારબાદ 6 વર્ષ સુધી બેટરી ચાલશે તેવો દાવો કરાયો છે. વેહિકલને ચાવીથી ઓન કર્યા બાદ વાહન એક્સિલેટરના સહારે ચાલુ થાય છે, કોઈ સેલ મારવાની જરૂર રહેતી નથી. બેટરી કેટલી ચાર્જ છે, કેટલી ચાર્જ થઈ તેની તમામ માહિતી મેળવવા માટે પ્લેટ લગાવાઈ છે. એકવાર ચાર્જ થયા બાદ માત્ર 4 થી 5 રૂપિયામાં 40 કિલોમીટર વેહિકલ ચાલતું હોવાનો વિદ્યાર્થીઓનો દાવો છે.
આ પણ વાંચો : કોંગ્રેસમાં મોટું ભંગાણ, પેટાચૂંટણી પહેલા મોરબી નગરપાલિકાના 8 સભ્યો ભાજપના ખોળામાં જઈને બેસ્યા
પેટ્રોલની વધતી કિંમતો સામે રૂપિયા બચે અને પ્રદુષણ અટકે તે આશયથી વિદ્યાર્થીઓ સ્ટાર્ટ અપ અંતર્ગત આ વેહિકલ તૈયાર કર્યું છે. વેહિકલ પર 150 કિલો સુધી વજન હોય તોય સરળતાથી 70ની સ્પીડમાં આ વેહિકલ ચાલી શકે છે. વિદ્યાર્થીઓએ જુના અને કબાડ થયેલા વાહનોનો સદુપયોગ કરી ચાર્જ કરી શકાય અને ખર્ચ ન બરાબર આવે તેવું વેહિકલ બનાવ્યું છે.
આ પણ વાંચો : ઉમેદવારના ખરીદ-વેચાણ મુદ્દે સીઆર પાટીલનો મોટો ખુલાસો, કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઈને નહિ લેવાય