પોપ્યુલર બિલ્ડર ફરી એકવાર વિવાદમાં, થલતેજમાં કરોડોની જમીન પચાવી પાડી

બનાવટી પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવામાં આવી છે. અલગ અલગ 6 સહકારી મંડળીના નામે જમીન ટ્રાન્સફર કરાવીને જમીન પચાવાઈ છે

પોપ્યુલર બિલ્ડર ફરી એકવાર વિવાદમાં, થલતેજમાં કરોડોની જમીન પચાવી પાડી

અતુલ તિવારી/ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં વહુને ત્રાસ આપવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોપ્યુલર બિલ્ડર (popular builder) ના માલિકની મુશ્કેલીઓ વધી છે. આઈટીના દરોડોમાં બેનામી સંપત્તિ મળ્યા બાદ હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. થલતેજ ગામમાં કરોડોની જમીન પચાવી પાડવા અંગે પોપ્યુલર બિલ્ડર સામે ફરિયાદ થઈ છે. બનાવટી પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવામાં આવી છે. અલગ અલગ 6 સહકારી મંડળીના નામે જમીન ટ્રાન્સફર કરાવીને જમીન પચાવાઈ છે. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને પરિવારના 9 સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

આ પણ વાંચો : પેટાચૂંટણી પહેલા મોરબી નગરપાલિકાના 8 સભ્યો ભાજપના ખોળામાં જઈને બેસ્યા

આ વિશે એસીપી એમએ પટેલે જણાવ્યું કે, મુંબઈમાં રહેતા ચંચલબેન બ્રહ્મભટ્ટને વરસાઈમાં 10 હજાર ચોરસ મીટર જમીન મળી હતી. પરંતુ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સહિત 10 લોકોએ ખોટી સહી અને દસ્તાવેજ કરી હતી. ખેતી સહકારી મંડળી બનાવી દસ્તાવેજ કરાવી લીધાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મળી છે. આ ફરિયાદ મામલે હાલમાં તપાસ ચાલુ છે. સબ રજિસ્ટ્રારમાં કેવી રીતે કેટલીવાર દસ્તાવેજ થયા છે તે અંગે તપાસ કરીશું. FSL ટીમની જરૂર પડે મદદ પણ લેવાશે. ફરિયાદીએ હાલ ફરિયાદ આપેલી છે, જમીન પર દબાણ થયા હોવા અંગે તેમને પછીથી જાણ થઈ હશે એવું હોય શકે. ફરિયાદ થઈ છે એ પૈકી બે આરોપીઓ હાલ જેલમાં છે. પુરાવા મળશે તો તેમની વિરુદ્ધ ટ્રાન્સફર વોરન્ટ લેવામાં આવશે. રમણ પટેલ અને દશરથ હાલ જેલમાં છે.

છેલ્લા દોઢ મહિનાથી જેલમાં રહેલા રમણ પટેલ અને પરિવારના સભ્યો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news