પરખ અગ્રવાલ/અંબાજી: સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનું શુભાઆરંભ થયો છે. ત્યારે અંબાજીમાં આજથી જાણે મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેળાનાં આગલા દિવસે જ યાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ યાત્રીકોનો ભારે ઘસારો અંબાજી શહેરમાં જોવા મળ્યો હતો અને હજારો શ્રદ્ધાળુંઓ અંબાજીનાં દર્શનાર્થે પહોંચ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ થતા દર્શનાર્થીઓની લાંબી કતારો જોવાળી હતી. અંબાજી મંદિર પરીસપ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા છે. જ્યારે અમદાવાદથી નિકળેલો વ્યાસવાડીનો સંઘ પણ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો. મેળાનાં આગલા દિવસે પોતાની 52 ગજની ધજા માતાજીને ચઢાવી જયઘોસ કર્યો હતો.


સુરત: મુસ્લિમ મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિએ આપી તલાકની ધમકી


ભાદરવી મેળામાં પુનમનાં દિવસે ભીડથી બચવાંને બાળકો સહિત મહીલાઓને શાંતિ થી દર્શન થઇ શકે તે માટે વહેલા સંઘ લાવી પહેલી ધજા ચઢાવાતી હોવાનું સંધ સંચાલકો દ્વારા જણાવામાં આવ્યું હતું. આ વખતે વ્યાસવાડીથી આવતા સંધે 25 વર્ષ પુર્ણ કર્યા છે. એટલુ જ નહી રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટીક મુક્તના અભીયાનને પણ આગળ ધપાવવા યાત્રીકો હુંકાર કરી હતી.


જુઓ LIVE TV :