સુરત: મુસ્લિમ મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિએ આપી તલાકની ધમકી

હજી પણ સમાજમાં દીકરા દીકરીના જન્મને લઈ દુષણો ચાલી રહ્યા છે. જેનું એક તાજું ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. જ્યાં બાળકીના જન્મને લઇ પતિ દ્વારા પત્નીને તલાક આપવાની ધમકી આપી હતી. સુરતના ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાને માર મારીને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ સાથે પરિણીતા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. 

સુરત: મુસ્લિમ મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિએ આપી તલાકની ધમકી

ચેતન પટેલ/સુરત: હજી પણ સમાજમાં દીકરા દીકરીના જન્મને લઈ દુષણો ચાલી રહ્યા છે. જેનું એક તાજું ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. જ્યાં બાળકીના જન્મને લઇ પતિ દ્વારા પત્નીને તલાક આપવાની ધમકી આપી હતી. સુરતના ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાને માર મારીને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ સાથે પરિણીતા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. 

જ્યાં તબીબોને ઈજાના મારના નીશાન મળી આવ્યા હતાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેને પહેલા ખોળે દીકરી જન્મી હોવાથી સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારીને દહેજની માંગણી કરવામાં આવી હતી. બાદમાં પરિણીતાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. લગ્નના બે વર્ષમાં અનેકવાર માર મરાયો હતો.

ઢોગીં ધનજી ઓડની મુશ્કેલીઓ વધી, ગાંધીનગર કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

પીડિત મહિલાને સાસરિયાઓ દ્વારા ઘરમાં તાળા મારીને ગોંધી રાખવામાં આવતી હતી. દહેજ માટે દોઢ લાખ આપ નહિતર તલાક આપી દેવાની પણ પતિ નાજીમ શેખ દ્વારા ધમકી અપાતી હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું. હાલ સલાબતપુરા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પરિણીતા દીકરી સાથે બેઘર બની છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news