મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે બનાવટી માર્કશીટનું કૌભાંડ ઝડપી માર્કશીટ આપવા આવેલા બે શખ્સોને ઝડપી લીધા છે. બોડકદેવ વિસ્તારના રામઝરુખા એપાર્ટમેન્ટ નજીક પ્રજેશ જાની અને કલ્પેશ પાઠકના યુવાનો માર્કશીટ આપવા આવતા હોવાની હકીકત આધારે વોચ ગોઠવતા બંનેની બનાવટી માર્કશીટ સાથે અટકાયત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કલેક્ટરની કેબીનમાં શર્ટ કાઢી બોલાવી રામધૂન, ધારાસભ્ય સહીત 15 કાર્યકરોની અટકાયત


શોર્ટકટથી રૂપિયા કમાવા લોકો અવનવા કીમિયા અપનાવે છે. ક્યારેક બોગસ માર્કશીટ બનાવે તો ક્યારેક વિઝા અપાવવાના બહાને રૂપિયા પડાવતા હોવાના અનેક કિસ્સાઓ અગાઉ સામે આવ્યા છે. ત્યારે આ વખતે વસ્ત્રાપુર પોલીસે ચોક્કસ હકીકત આધારે બોડકદેવ વિસ્તારમાં વોચ ગોઠવી બે આરોપીઓની અટકાયત કરતા મદ્રાસ યુનિવર્સીટી માર્કશીટ અને સર્ટીફીકેટ મળી આવ્યા હતા.


આ પણ વાંચો:- વડોદરાનાં બહુચર્ચિત હત્યાકાંડમાં PI, PSI સહીત 6 આરોપીઓ 10 દિવસનાં રિમાન્ડ મંજુર


ઉલ્લેખનીય છે કે, પોલીસે ચોક્કસ હકીકત આધારે છટકું ગોઠવવા આરોપીઓ પાસે માર્કશીટ મંગાવવા માટે વાતચીત કરતા અગાઉ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી બાદમાં મદ્રાસ યુનિવર્સિટીની માર્કશીટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ આપવાના ત્રણ લાખ રૂપિયા આપવાનો સોદો નક્કી થયો હતો. જોકે પોલીસને પહેલેથી જ ખ્યાલ હતો કે ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું સડયંત્ર એક ગેંગ બનાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે.


આ પણ વાંચો:- સુરત: બેંક એકાઉન્ટ હેક કરી 1 કરોડથી વધુની છેતરપિંડી, બે નાઇઝીરિયન સહિત 5ની ધરપકડ


જેને પગલે આજે છટકું ગોઠવી રંગે હાથ ડુપ્લિકેટ માર્કશીટ સાથે આ બંને આરોપીઓને ઝડપી લેવાયા હતા જોકે ડુપ્લીકેટ માર્કશીટ ના કૌભાંડમાં હજુ પણ એક આરોપી ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પકડાયેલા આરોપી પ્રજેશ જાની અને કલ્પેશ પાઠક ની પોલીસે પ્રાથમિક પૂછપરછ શરૂ કરી અગાઉ પણ કેટલા લોકોને આવી ડુપ્લિકેટ માર્કશીટ પધરાવી છે તે અંગે તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર