AHMEDAD બની રહ્યું છે ક્રાઇમ કેપિટલ? ચાંદખેડા-બોપલ બાદ હવે વાસણામાં તસ્કરોનો તરખાટ
શહેરમાં ગુનાખોરી પ્રમાણ સતત વધી રહ્યુ છે. ચાંદખેડા અને બોપલની ધાડ બાદ વાસણામાં જ્વેલર્સમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર થયાં. આ ચોર ટોળકી જ્વેલર્સમાં બાકોરુ પાડી જ્વેલર્સમાં પ્રવેશ કરીને પાંચથી છ કિલો ચાંદી લઇ થયાં ફરાર. વાસણા પોલીસે સીસીટીવી આધારે આગળની તપાસ શરૂ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં ગુનાખોરી પ્રમાણ સતત વધી રહ્યુ છે. ચાંદખેડા અને બોપલની ધાડ બાદ વાસણામાં જ્વેલર્સમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર થયાં. આ ચોર ટોળકી જ્વેલર્સમાં બાકોરુ પાડી જ્વેલર્સમાં પ્રવેશ કરીને પાંચથી છ કિલો ચાંદી લઇ થયાં ફરાર. વાસણા પોલીસે સીસીટીવી આધારે આગળની તપાસ શરૂ કરી છે.
ભાવનગરમાં સંવેદના દિવસની ઉજવણી, બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ
ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહેલ દીવાલ પર પડેલ બાકોરુંમાંથી ચોર તસ્કરો જવેલર્સની દુકાનમાં પ્રવેશી લાખો રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઘટનાની વિગત વાર વાત કરીએ તો વાસણાના ગુપ્તાનગર રોડ પર આવેલ ચામુંડા જ્વેલર્સ ની પાછળ દીવાલનું બાકોરું પાડી તસ્કરો દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ પાંચ થી છ કિલો ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોર તસ્કરોએ સીસીટીવી અને ડીવીઆર પણ ચોરી કરી લઇ ગયા. જો કે ચોર ટોળકી દ્રારા જ્વેલર્સના શોરૂમના ડિસ્પ્લેમાં રાખેલા દાઁગી ચોરી કર્યા છે પણ તિજોરી તોડવાનો પ્રયાસ નથી કર્યો.
પુત્રવધુ સુઇ રહી હતી, સસરા બાજુમાં આવીને સુઇ ગયા અને કહ્યું, તુ સૌંદર્ય સામ્રાજ્ઞી છે અમને પણ લાભ આપ
ચોર ટોળકીએ બે દુકાનમાં પાછળની દીવાલમાં નાનું બાકોંરૂ પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. પહેલા વાસણવાળાની દુકાનમાં બાકોંરૂ પાડી અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો. બાદમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ચાંદીના દાગીનાની ચોરી કરી છે. જ્વેલર્સમાં થયેલી ચોરીના બનાવને લઇ સ્થાનિક પોલીસ થી લઇ ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે.
સુરતના નેચર પાર્કમાં વ્હાઇટ ટાઈગર જોડી, શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા
પણ પોલીસ અનુમાન લગાવી રહી છે કે નાનું બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યું હોવાથી 20 થી 25 વર્ષના ઉંમર ચોરે આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. વાસણા પોલીસે સીસી ટીવી ફૂટેજ ના આધારે તપાસ શરુ કરી છે ત્યારે પોલીસ ને શંકા છે કે કોઈ જાણભેદુ હોય શકે છે ત્યારે પોલીસ ની તપાસ માં કોણ આરોપીઓ નીકળે છે એ જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube