• આહનાના પ્રેસિડન્ટ ભરત ગઢવીએ આ મામલે કહ્યું કે, આહના એવા દર્દી માટે રેમડેસિવિરની માંગ કરે છે જે હોમ ક્વોરેન્ટાઇન છે તે વાત ખોટી છે. જે લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતા અને ઘરે સારવાર લઇ રહ્યા છે તેમને રેમડેસિવિર આપવી જોઈએ


ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત બાદ હોસ્પિટલમાં તો ઇન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (AHNA)ને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવામાં આવતા AHNAના હોદ્દેદારોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આહનાના પ્રેસિડન્ટ ભરત ગઢવીએ આ મામલે કહ્યું કે, આહના એવા દર્દી માટે રેમડેસિવિરની માંગ કરે છે જે હોમ ક્વોરેન્ટાઇન છે તે વાત ખોટી છે. જે લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતા અને ઘરે સારવાર લઇ રહ્યા છે તેમને રેમડેસિવિર આપવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરીથી નીકળી સરકારી નોકરીમાં ભરતી, ગઈકાલથી શરૂ થઈ એપ્લિકેશન પ્રોસેસ


સાથે જ ભરત ગઢવીએ સરકાર પર આક્રોશ ઠાલવતા કહ્યું કે, અમારે કંઇ રીતે પ્રેક્ટિસ કરવી એ સત્તાધીશો અમને ન શીખવાડે. સત્તાધીશો અમને ધમકી ન આપે કે કયા દર્દીને ક્યારે રેમડેસીવર આપવું. તે સરકાર ડોક્ટર પર છોડે. સરકાર અમને સમજાવવો પ્રયત્ન છોડીને રેમડેસીવર અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાનુ કાર્ય કરે. ગમે તેમ કરી રેમડેસિવિર ઘરે સારવાર લેતા લોકો માટે સરકાર ઉપલબ્ધ કરાવે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના સામે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તેથી રેમડેસિવિર ક્યારે આપવું એનો અનુભવ અમને છે. ઓક્સિજન સપ્લાય માટે કોલ સેન્ટર ઉભુ કરવામાં આવે. સાથે જ જવાબદારી અધિકારી ૨૪/૭ હાજર રહે. આ મહામારીને પહોંચી વળવા માટે ઓક્સિજન જરૂરી છે. એક કોલથી સિલિન્ડર પુરા પાડવાનાં આવે એવી વ્યવસ્થા સરકાર કરે. એવું ન બને કે ઓક્સિજનની  અછતથી ઓછા દર્દી હોસ્પિટલાઇઝ કરવા પડે.  


આફત પર આફત : ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના ગામોમાં નવી બીમારીએ એન્ટ્રી લીધી 


1200 બેડની હોસ્પિટલમાં 55 ટન ઓક્સિજનનો રોજનો વપરાશ
સિવિલ મેડિસિટી કેમ્પસમાં હાલ 2468 બેડ કાર્યરત છે. 1200 બેડની હોસ્પિટલમાં 55 ટન ઓક્સિજનનો રોજનો વપરાશ છે. નોન કોવિડ હોસ્પિટલમાં 80 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો નોન કોવિડ હોસ્પિટલમાં રોજનો 7 થી 8 ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. મંજુશ્રી હોસ્પિટલમાં પણ રોજનો 10 ટન ઓક્સિજનનો વપરાશ છે. 12 બાળકો હાલ કોરોના પોઝિટિવ દાખલ છે. અન્ય રાજ્યોમાં બાળકોનું સંક્રમણ વધુ હોવાથી તમામને તકેદારી રાખવા અપીલ કરાઈ છે.