Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી રેલીઓમાં પોતાના બેબાક ભાષણ માટે જાણીતા AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી શુક્રવારે અમદાવાદના જમાલપુરમાં રેલી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની પાર્ટીના ઉમેદવાર સાબિર માટે મત માંગતા માંગતા અચાનક રડી પડ્યા. લોકોને અપીલ કરી કે તેઓ સાબિરને જીતાડે જેથી કરીને અહીં ફરીથી કોઈ બિલકિસ સાથે અન્યાય ન થાય. ઔવેસીએ પ્રજા સમક્ષ મતોની ભીખ માંગી હતી અને કહ્યુ હતું કે, અલ્લાહ તુમ સાબીર કો MLA બના દો. જમાલપુર ખાડિયાથી AIMIM પાર્ટીના ઉમેદવાર સાબિર કાબલીવાલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે અંતિમ દોરનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદના જમાલપુરમાં અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ઉમેદવાર સાબિર કાબલીવાલાના પ્રચાર માટે જનસભા સંબોધી હતી. પોતાના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરતા સમયે ઓવૈસી ભાવુક થયા હતા. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતું કે, અલ્લાહ તુમ સાબીર કો MLA બના દો. જેનાથી અમે જિંદગીમાં બીજીવાર કોઈ બિલ્કીસને ન જોઈ શકીએ. અમે અમારી દીકરીઓને લાચાર ન જોઈ શકીએ. અલ્લાહ તારા ખજાનમાં કોઈ ઉણપ નહિ આવે. હું તારી સામે ભીખ માંગી રહ્યો છું. 



આ પહેલા ઔવેસીએ કહ્યું કે, કોંગ્રેસના લોકો મોદીને મળ્યા, મોદી તેમના પપ્પા છે. મોદી દિલ્હીથી દૂરબીન લગાવીને જોઈ રહ્યાં છે કે જમાલપુરમાં શું મામલો છે. શું હુ મોદીની સામે હારી જઉં? ઔવેસીએ વધુમાં કહ્યું કે, આ ચૂંટણીનો અંતિમ જલસો છે. હું કોંગ્રેસને કહેવા માગું છું કે જો તમારે અમારા જલસામાં આવીને વિવાદ કરવો હોય તો બાળકોને ન લઈ આવો. તમારા ધારાસભ્ય પાંચ વર્ષથી જનતાને ધોકો આપી રહ્યાં છે. રાહુલને બોલાવો તો 5 મિનિટ પણ મારી સામે ઉભા રહી શકશે નહિ. તેમનુ અસત્ય ચકનાચૂર થઈ જશે.