અતુલ તિવારી/ અમદાવાદ: ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ઓવૈસી અમદાવાદ (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) માં બંધ યુપીના પૂર્વ સાંસદ અતિક અહેમદને મળવાના હતા પરંતુ હાલ તેમનો આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે ઓવૈસી અને અતિક અહેમદ (Atiq Ahmed) ની મુલાકાત અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અસદુદ્દીન ઓવૈસી સવારે 7 વાગે અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ હોટલ લેમન ટ્રી જવા રવાના થયા હતા. જો કે, અસદુદ્દીન ઓવેસી અમદાવાદ સાબરમતી જેલ (Sabarmati Jail) માં રહેલા યુપીના પૂર્વ સાંસદ અતિક અહમદ સાથે મુલાકાત કરવાના હતા અને ઉત્તરપ્રદેશ ચૂંટણી અંગે અતિક અહમદ (Atiq Ahmed) સાથે ઓવૈસી ચર્ચા પણ કરવાના હતા.


એક VIRAL VIDEO ના કારણે સરકાર ભોંઠી પડી રહી છે, POLICE લાજવાના બદલે ગાજી રહી છે


પરંતું અસદુદ્દીન ઓવૈસીને અતિક અહેમદને મળવાની પરવાનગી ના મળતા તેઓનો સાબરમતી જેલ જવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. જો કે, ગુજરાત AIMIM ના અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ 4 દિવસ પહેલા અતિક અહમદ સાથે કરી મુલાકાત હતી. ત્યારે કોવિડને કારણે ઓવૈસીને હાલ અતિક અહમદને મળવાની પરવાનગી આપવામાં આવી નથી.


GUJARAT બની રહ્યું છે બ્રાઝીલ? એટલું ડ્રગ્સ ઝડપાયું છે કે જોઇને તમારી આંખો ચકરાઇ જશે


ઉલ્લેખનીય છે કે, અસદુદ્દીન ઓવૈસીએ ગત સપ્તાહે ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમિયાન બાહુબલી નેતાઓને ટીકીટ આપવા અંગે વાત કરી હતી. યુપીના બાહુબલી નેતાઓને AIMIM ચૂંટણીમાં ઉતારી શકે છે. જો કે, AIMIM ના અધ્યક્ષ અને સાંસદ ઓવૈસી આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. અસદુદ્દીન ઓવૈસી સાંજે ટાગોર હોલમાં AIMIM ના પદાધિકારીઓ અને કાર્યકરોને સંબોધન પણ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube