એક VIRAL VIDEO ના કારણે સરકાર ભોંઠી પડી રહી છે, POLICE લાજવાના બદલે ગાજી રહી છે
Trending Photos
રાજકોટ : ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી છે. જો કે રાજકોટ જેતપુરના ગુંદાળા ગામ પાસે દારૂ ભરેલ કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. જો કે આ ગાડી અથડાયા બાદ તેમાં ભરેલો દારૂનો મોટો જથ્થો અકસ્માત બાદ રોડ પર વેરણ છેરણ થઇ ગયો હતો. ડ્રાઇવર દારૂ ભરેલ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જેના પગલે આસપાસના અને પસાર થઇ રહેલા લોકોએ અકસ્માત સ્થળ પર જોતા દારૂની બોટલો પડેલી દેખાતા. લોકોએ રિતસર દારૂની લૂંટ ચલાવી હતી. દારૂ લેવા માટે પડાપડી કરતા રોડ પર લૂંટાલૂંટ અને ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
કારની અંદર આશરે 15 પેટી જેટલો દારૂ ભરેલો હતો. જે દારૂ બુટલેગર અથવા તેનો વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે લઇ જઇ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રક સાથે અકસ્માત થતા આ દારૂનો જથ્થો રોડ પર વેરાઇ ગયો હતો. જેના પગલે દારૂ માટે સ્થાનિકોએ પડાપડી કરી હતી. સૌ પોતાની પાસે રહેલી સગવડ અનુસાર થેલી થેલા ખીચ્ચા જેમાં હાથ આવ્યું તેમાં દારૂ લઇને ભાગી છુટ્યા હતા. જો કે હવે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે આ લૂંટ કરનારા લોકો ઉપરાંત પોલીસ તંત્ર અને સરકારની પણ ફજેતી થઇ રહી છે.
અત્રે નોંધનીય છે કે, તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચે તે અગાઉ મોટા ભાગનો દારૂ લોકો લઇને ભાગી ચુક્યા હતા. જો કે પોલીસે પણ લાજવાના બદલે ગાજવાનુ શરૂ કર્યું હતું. બુટલેગર કોણ હતો, દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જઇ રહ્યો હતો. ગાડી કોની છે તેવી તપાસ કરવાના બદલે દારૂની લૂંટનો વીડિયો જોઇને લૂંટ કરનારા લોકો વિરુદ્ધ તપાસ આદરી છે. ગયેલા દારૂ માંથી 2 પેટી દારૂ ધોરાજી પોલીસે એક ટ્રકમાંથી પકડી પાડેલ અને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે. જેતપુર ડિવિઝન પોલીસે લઈ ગયેલ દારૂ ને શોધવા અને કબજે કરવા કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે