અમદાવાદમાં થઈ BJP-AIMIM વચ્ચે ગુપ્ત મીટિંગ! વિવાદ થતાં કાબલીવાલાએ શું કર્યો ઘટસ્ફોટ?
વિધાનસભા ચૂંટણી વચ્ચે અમદાવાદના રાજકારણમાં સૂચક ઘટનાક્રમ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ મેયર અને AMC ના ભાજપ પ્રભારીની AIMIM ની સૂચક મુલાકાત થઈ હોવાના આક્ષેપ લાગ્યા છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને AIMIMની ગુપ્ત બેઠક થઇ હોવાનું સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ZEE 24 કલાક પર રાજનીતિના સૌથી મોટી ખબર મળી રહ્યા છે. ભાજપ અને AIMIM વચ્ચે સાંઠગાઠ હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે. જેમાં ભાજપના નેતાઓ અને AIMIMના નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હોવાનું કહેવામાં આવ્યું છે.
વિધાનસભા ચૂંટણી વચ્ચે અમદાવાદના રાજકારણમાં સૂચક ઘટનાક્રમ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ મેયર અને AMC ના ભાજપ પ્રભારીની AIMIM ની સૂચક મુલાકાત થઈ હોવાના આક્ષેપ લાગ્યા છે. જેમાં મેયર કિરીટ પરમાર અને પ્રભારી ધર્મેન્દ્ર શાહની ગઈકાલે (ગુરુવાર) આસ્ટોડિયા સ્થિત aimim ઓફિસમાં મુલાકાત કરી છે. aimim ના કોર્પોરેટર સાથે મુલાકાત બાદ aimim ના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાળા સાથે બંધ બારણે પણ મુલાકાત થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો હતો કે ગુપ્ત બેઠકમાં અમદાવાદના મેયર અને ભાજપના નેતાઓ પણ હાજર હતા. AMCમાં ભાજપ પ્રભારી ધર્મેન્દ્ર શાહ બેઠકમાં હાજર હતા. એટલું જ નહીં, AIMIMની આસ્ટોડિયા ખાતેની ઓફિસમાં બેઠક થઈ હોવાનો આક્ષેપ લાગ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું હતું. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી અનેક મોટા આક્ષેપો કરતા તર્ક વિતર્ક થયા છે.
આ શું ચાલી રહ્યું છે?: મનીષ સિસોદિયા
અમદાવાદના મેયર કિરીટ પરમાર અને AIMIM વચ્ચે અમદાવાદમાં યોજાયેલી બેઠકને લઇને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ ધારદાર સવાલ કરતા ટ્વિટ કરીને પૂછ્યું કે, 'આ શું ચાલી રહ્યું છે? ભાજપ અને AIMIM વચ્ચે ગુપ્ત બેઠક? ભાજપે દેશને જણાવવું જોઈએ કે બંને વચ્ચે શું ડીલ થઈ હતી?'
ફોટા વાયરલ થયા બાદ AIMIMનો ખુલાસો
સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા બાદ AIMIMએ મોટો ખુલાસો કર્યો છે. જેમાં AIMIMના પ્રમુખ સાબિર કાબલીવાલાએ પોતાની સ્પષ્ટતા આપી છે. કાબલીવાલાએ જણાવ્યું છે કે, બંધબારણે બેઠક તો લોકોની સમસ્યા માટે થઈ હતી. ટેક્સટાઈલની ફેકટરીઓ બંધ છે તે માટે બેઠક થઈ હતી. બેઠકમાં 200 વ્યકિતઓ હતા. અમને બદનામ કરવા માટે બેઠકના ફોટો એડિટ કરીને વાયરલ કરાયા છે.
AIMIMએ AAP પર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના લોકો ખોટા આક્ષેપ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube