રાજકોટ : શહેરમાં એઇમ્સ આવ્યા બાદ રાજ્યનાં આરોગ્ય ક્ષેત્રે એક અનોખી ક્રાંતિ આવી રહી છે. આ સંસ્થાની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી નહી શકે. OPD થી માંડી સર્જરી જેવા તમામ કામકાજ એડવાન્સ રીતે અને યોજનાબદ્ધ રીતે થશે. એમ્સ હોસ્પિટલમાં માત્ર 10 રૂપિયામાં નિદાન થશે. આ ઉપરાંત 35 રૂપિયા પ્રતિ બેડ, 375 રૂપિયામાં બેડ ઉપરાંત બે લોકોનું ભોજન પણ આવી જશે. હોસ્પિટલમાં લાખો કે હજારો રૂપિયામાં મળતી દવાઓ ખુબ જ રાહતદરે આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ પરત ફર્યો, 66 સુવર્ણ કળશ મંદિર પર લગાવવામાં આવ્યા

જો કોઇ વ્યક્તિ તપાસની લાંબી લાંબી લાઇનમાં ઉભા રહેવા ન માંગતું હોય તો તે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને સીધો જ પોતાનાં ટાઇમે ડોક્ટરને મળી શકશે. જો કોઇ દર્દી તેવું કરવા સક્ષમ ન હોય તો તેના માટે કાઉન્સેલર પણ હાજર રહેશે. જે ફાઇલ કઢાવવાથી માંડીને તમામ પ્રકારની મદદ કરશે. આ ઉપરાંત જે દર્દીઓ પહોંચી ચુક્યા છે તેમને પણ રાહ જોવા માટે ખુબ જ સારા વેઇટિંગ લોન્જમાં સારી બેઠક વ્યવસ્થા આપવામાં આવશે.


અમદાવાદમાં સાધન સંપન્ન પરિવારનાં કિશોરોએ પૈસા કમાવા મંગાવ્યો મોંઘી બ્રાન્ડનો લાખોનો દારૂ પણ !

આ ઉપરાંત એઇમ્સ સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ હોવાનાં કારણે VIP અને સેલેબ્રિટી આવતા રહેશે. જેના કારણે પ્રાઇવેટ વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં બે પ્રકારનાં રૂમ હશે જેમાં તમામ સાધન હશે. આ રૂમનું ભાડુ બેથી ત્રણ હજાર રૂપિયા પ્રતિ દિવસ એટલે કે સામાન્ય ખાનગી હોસ્પિટલનાં રૂમના ભાડા કરતા પણ ઓછું રહેશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, એઇમ્સ એક ખુબ જ ઉચ્ચ કક્ષાની મેડિકલ કોલેજ છે. જેમાં એડમિશન નીટ મારફતે નથી મળતું પરંતુ એઇમ્સ દ્વારા પોતાની ખાસ એડમિશન ટેસ્ટ લેવામાં આવે છે. જેના આધારે જ વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. આ સંસ્થા થકી દેશને અને સંસ્થા બંન્નેને ઉચ્ચ કક્ષાના રેસિડેન્ટ ડોક્ટર્સ મળે છે. આ ઉપરાંત એઇમ્સના એક્સચેન્જ પ્રોગ્રામ હેઠલ અહીંના તબીબો વિદેશ જશે જ્યારે વિદેશી તબીબો અહીં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube