સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ પરત ફર્યો, 66 સુવર્ણ કળશ મંદિર પર લગાવવામાં આવ્યા

પ્રથમ જ્યોતિર્લિંગ તેવા જગવિખ્યાત સોમનાથ મંદિરને શિખરોને સુવર્ણ કળશથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી સોનાથી મઢેલા 66 જેટલા સુવર્ણ કળશ મંદિરના શિખર પર લગાવી દેવાયા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. શિખર પર રહેતા તમામ પેટા શિખરને સુવર્ણકળશથી મઢવામાં આવશે. સોનાના મંદિર તરીકેનો ઇતિહાસ ધરાવતું સોમનાથ મંદિર ફરી એકવાર પોતાનાં સુવર્ણ ઇતિહાસને પ્રાપ્ત કરી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષો દરમિયાન સોમનાથ મંદિરમાં તબક્કાવાર સોનાથી મંદિર મઢવાની કામગીરી ચાલતી રહે છે.

સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ પરત ફર્યો, 66 સુવર્ણ કળશ મંદિર પર લગાવવામાં આવ્યા

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ તેવા જગવિખ્યાત સોમનાથ મંદિરને શિખરોને સુવર્ણ કળશથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી સોનાથી મઢેલા 66 જેટલા સુવર્ણ કળશ મંદિરના શિખર પર લગાવી દેવાયા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. શિખર પર રહેતા તમામ પેટા શિખરને સુવર્ણકળશથી મઢવામાં આવશે. સોનાના મંદિર તરીકેનો ઇતિહાસ ધરાવતું સોમનાથ મંદિર ફરી એકવાર પોતાનાં સુવર્ણ ઇતિહાસને પ્રાપ્ત કરી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષો દરમિયાન સોમનાથ મંદિરમાં તબક્કાવાર સોનાથી મંદિર મઢવાની કામગીરી ચાલતી રહે છે.

આ અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટના જીએમે જણાવ્યું કે, વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરમાં આશરે 1500 જેટલા કળશો છે. જેને શિવભક્તોના સહયોગથી સોનાથી મઢવા માટે સુવર્ણકળશ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કોઇ આ કળશ આપવા ઇચ્છતું હોય તો ભાવિક 1.51 લાખ, 1.21 લાખ અને 1.11 લાખનું અનુદાન આપી શકે છે. આ અભિયાનને સારો સહયોગ મળ્યો અને 530 જેટલા ભક્તોએ આ દાન આપ્યું હતું. જેના પગલે એક એજન્સીને કળશ તૈયાર કરવાની કામગીરી સોંપાઇ હતી.

એજન્સી દ્વારા તૈયાર કળશ મંદિરના શિકરો પર લગાવવાની કામગીરી ફરી એકવાર શરૂ થઇ ચુકી છે. અત્યાર સુધીમાં 66 જેટલા કળશો લાગી ચુક્યા છે. જો કે કળશ ફીટ કરતા પહેલા તમામ યજમાનોને પુજા કરાવવામાં આવી હતી. પરંતુ કોરોના કાળને કારણે તે શક્ય નહી હોવાનાં કારણે ઓનલાઇન પુજા કરાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં 66 યજમાનોએ ઓનલાઇન કળશ પુજામાં ભાગ લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news