મુસ્તાક દલ/જામનગર: આજની યુવા પેઢી ડોકટર અને એન્જીનિયર બનાવાની હોડમાં લાગી છે ત્યારે આવાનારી યુવા પેઢી વધુને વધુ સેનામાં જોડાયા તેવા શુભ ઉદેશ સાથે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે તમારી સેનાને જાણો (know your army) નો અનોખો કાર્યક્મ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર શહેરની 800 જેટલા જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના યુવાનો અને શહેરીજનોએ એરફોર્સ સ્ટેસનમાં યોજાયેલ સ્ટેટેજીક ડીસ્પેલ ની મુલાકાત લીધા બાદ ફાઈટર પ્લેન અને હેલિકોપ્ટરનું લાઇવ ડેમોસ્ટેશન નિહાળ્યું હતું. તમારી સેનાને જાણો કાર્યક્રમને એરફોર્સ સ્ટેશનના વડા એરકોમોડર એમ.એસ.દેશવાલ ( વી.એમ ) વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિત્યાનંદ: એરપોર્ટનાં CCTVમાંગવા, તપાસ CBIને સોંપવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી


મારી સેનાને જાણો. કાર્યક્રમને જામનગર એરફોર્સ સ્ટેશનના એઓસી દ્વારા આકાશમાં રંગબેરંગી ફુગાઓ ઉડાવી વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમને ખુલ્લો મુકતી વખતે ચેતક હેલિકોપ્ટર દ્વારા આકાશમા અદભુત પ્રદર્શન  કરવામાં આવ્યું. જયારે એરફોર્સ સ્ટેસનના ફાયર બ્રિગેડ દ્વારા અદભુત વોટર કેનન શો રજૂ કરવામાં આવ્યો હતો. આતંકવાદી હુમલો સમયે જે લોકો મુશ્કલીમાં મુકાયા હોય છે તેને કઈ રીતે બચાવવા તે અંગેનું જોરદાર દિલધડક નિર્દશન જામનગરના ખાસ લડાયક હેલિકોપ્ટર મી-17માંથી  એરફોર્સની ખાસ ગરૂડ સ્કવોડ દ્વારા લાઈવ ઓપરેશન કરવામાં આવતા ઉપસ્થિત સૌ કોઈએ જાબાંજ જવાનોના ઓપરેશનને તાળીઓના ગડગડાટથી વધાવ્યુ હતું. જયારે જામનગર એરફોર્સ સ્ટેશનના લડાયક વિમાન જગુઆરનું ફલાઈટ ઓપરેશન પણ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા લાઈવ બતાવવામાં આવ્યું હતું.


અમદાવાદને કોબે શહેરની જેમ અમદાવાદને વિકસાવવામાં આવશે, જાપાન સાથે MoU


જામનગર એરફોર્સ સ્ટેશનમાં કાર્યક્રમ દરમિયાન ચેતક અને ચિત્તા ગરૂડ હેલિકોપ્ટર તેમજ જેગુઆર ફાઇટર પ્લેન ઉપરાંત ઉપરાંત લડાયક વિમાનોમા યુદ્ધમાં ઉપયોગ લેવાતા હથિયારોનું પણ સ્ટેટેજીક ડિસ્પલે રાખવામા આવ્યા હતા. જેની જામનગરની વિવિધ શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. જયારે એરફોર્સના અધિકારીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને એરફોર્સની કામગીરીથી વાકેફ કરવા માટેની સમજુતી આપવામાં આવી હતી. એરફોર્સ દ્વારા યોજાયેલ કાર્યક્રમ સેનાને જાણો અંતર્ગત મુલાકાત લઈને વિદ્યાર્થીઓ પણ રોમાચિંત થઈ ઉઠયા હતા. ઉપરાંત આગામી ભવિષ્યમાં સેનામાં જોડાવાની ઉત્સુકતા દાખવી હતી. જયારે એરફોર્સ દ્વારા ભારતની યુવા પેઠી અને ખાસ કરીને ગુજરાતના યુવાનો વધુમા વધુ સેનામાં જોડાયા તે માટે ના આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. જેના ભાગ રૂપે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ અનોખો  આજનો કાર્યક્રમ યોજાયો હતો.


ડુંગળીમાં ખેડૂતો કમાય તે પહેલા રોગ લાગુ પડતા ફરી એકવાર ખેડૂતોનાં પેટ પર લાત


26મી જાન્યુઆરી પ્રજાસત્તાકપર્વની ઉજવણીના ભાગ રૂપે જામનગર એરફોર્સ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સેના અંગે જાણકારી મળે તે અંગેનો ખાસ હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો. જયારે સામાન્ય રીતે પુસ્તકોમાં અને ટીવી તેમજ ફિલ્મમાં જોવા મળતી એરફોર્સની કામગીરી આજે નરી આંખે જોવા મળતા કાર્યક્રમની મુલાકાતે આવેલા લોકોમાં પણ એક અનોખો રોમાંચ જોવા મળ્યો હતો. જોકે ખરેખર કપરી પરિસ્થિતિઓમાં પણ દેશની સેવા કરતા આ ભારતીય સેનાના વીર જવાનોને પ્રજાસતાક પર્વ નિમિત્તે ઝિ 24 કલાકનો પણ એક સલામ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube