ડુંગળીમાં ખેડૂતો કમાય તે પહેલા રોગ લાગુ પડતા ફરી એકવાર ખેડૂતોનાં પેટ પર લાત

જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ બાદ પણ ઈશ્વર વધુ કોપાયમાન હોય તેમ ચોમાસાની કસર શિયાળાના રવીપાકમાં કમાઈ લેવાની ખેડૂતોનો મનોકામનાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો રવિપાકના ડુંગળીના પાકમાં રોગ આવતા નેસડી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મગફળીમાં ફૂગ આવ્યા બાદ ચોમાસાની અતિવૃષ્ટિએ ખેડૂતોને હેરાન કર્યા બાદ રવીપાકમાં ચોમાસાની કસર રવિપાકના વાવેતરમાં પુરી થઈ જવાની આશાઓ પર પાણી ફરી વળતું હાલ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના રવીપાકમાં ઓણસાલ ડુંગળીનું વાવેતર વધુ ખેડૂતોએ કર્યું છે. હાલ ડુંગળીના ભાવો પણ સારા હોવાથી ખેડૂતોને ચોમાસાની ઉણપ રવિપાકના વાવેતરમાં સારી થવાની હતી પણ થોડા દિવસોથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ જોવા મળ્યો છે. જે ડુંગળીને જમીનમાં જ પાક થતો નથી ને ડુંગળી અંદર પાકતી નથી ને ખેડૂતો મૂંઝવણમાં મુકાંઈ ગયા છે.

Updated By: Jan 24, 2020, 05:50 PM IST
ડુંગળીમાં ખેડૂતો કમાય તે પહેલા રોગ લાગુ પડતા ફરી એકવાર ખેડૂતોનાં પેટ પર લાત

કેતન બગડા/અમરેલી: જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ બાદ પણ ઈશ્વર વધુ કોપાયમાન હોય તેમ ચોમાસાની કસર શિયાળાના રવીપાકમાં કમાઈ લેવાની ખેડૂતોનો મનોકામનાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો રવિપાકના ડુંગળીના પાકમાં રોગ આવતા નેસડી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મગફળીમાં ફૂગ આવ્યા બાદ ચોમાસાની અતિવૃષ્ટિએ ખેડૂતોને હેરાન કર્યા બાદ રવીપાકમાં ચોમાસાની કસર રવિપાકના વાવેતરમાં પુરી થઈ જવાની આશાઓ પર પાણી ફરી વળતું હાલ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના રવીપાકમાં ઓણસાલ ડુંગળીનું વાવેતર વધુ ખેડૂતોએ કર્યું છે. હાલ ડુંગળીના ભાવો પણ સારા હોવાથી ખેડૂતોને ચોમાસાની ઉણપ રવિપાકના વાવેતરમાં સારી થવાની હતી પણ થોડા દિવસોથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ જોવા મળ્યો છે. જે ડુંગળીને જમીનમાં જ પાક થતો નથી ને ડુંગળી અંદર પાકતી નથી ને ખેડૂતો મૂંઝવણમાં મુકાંઈ ગયા છે.

અમદાવાદ: ભાજપમાં માથાભારે તત્વો, કોઇને કાયદો સંવિધાનની પડી નથી, MLA બેકાબુ

15 થી 20 વિઘામાં નેસડી વિસ્તારના વિપુલભાઈએ ડુંગળીનું વાવેતર કર્યું પણ બાફીયા રોગથી ખેડૂત મુંજાયો છે, અનેક દવાઓ ડુંગળીના પાકો પર બાફીયા રોગને અસર કરતી નથીને કેટલું નુકશાન જાય તે કહેવું મુશ્કેલ ખેડૂતોને થયું છે. અગાઉ અતિવૃષ્ટિ ના કારણે મગફળી અને કપાસના પાકને નુકશાન થયું હતું. ડુંગળીમાં બાફીયો રોગથી 50 ટકા પાક નષ્ટ થવાનો છે ચોમાસુ સારું જવાથી રવીપાક માટે પાણી છે. રવીપાકમાં આવેલા ડુંગળીના પાકને રોગ લાગતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. 

નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે: શું આપણે શક્તિને માત્ર કાગળ પર જ પુજીશુ?

અમરેલી જિલ્લામાં ડુંગળીનું વાવેતર 6278 હેકટર ત્યારે બાગાયત પાકોમાં આવેલા રોગ અંગે બાગાયત અધિકારીએ સ્વીકાર્યું હતું કે ડુંગળીમાં આવેલા રોગચાળો ગ્લોબક વોર્મિંગની અસરને કારણે છે. હાલ વાતાવરણ જે રીતે ચેન્જ થઈ રહ્યું છે તે વાતાવરણ યોગ્ય થશે એટલે રોગચાળો નાબૂદ થશે. અમરેલી જિલ્લામાં ચોમાસાની સીઝનમાં પહેલા અતિવૃષ્ટિના કારણે મગફળી અને કપાસના પાકને કુક્ષણ થયું હતું. ત્યારે રવીપાકને લઈને ખેડુતોને એક આશા હતીકે ડુંગળીનું વાવેતર કરવાથી સારોફાયદો થશે. પરંતુ બાફીયા નામનો રોગ ડુંગળીમાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube