અતુલ તિવારી/અમદાવાદ :કોરોના ફાઈટર્સ અને વોરિયર્સને સન્માન કરવાનો પ્રયાસ ભારતીય સેના દ્વારા પહેલીવાર કરવામાં આવી હતી. આવામા અમદાવાદનું આકાશ ગુંજી ઉઠ્યુ હતું. એક તરફ ઉપર આકાશથી વોરિયર્સને સલામી અને નીચે મ્યૂઝિક બેન્ડ દ્વારા સન્માન. આજે અમદાવાદમાં આઈએએફ દ્વાર ફ્લાય પાસ્ટ યોજાઈ હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ઉપરથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સને સલામી આપી હતી. 


અમદાવાદીઓ, તમારા કોઈ સ્વજન અન્ય રાજ્ય કે દેશમાં ફસાયા હોય તો ફટાફટ તેમને આપો આ માહિતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર એરફોર્સ સ્ટેશનથી ટીમ કોવિડ માટેની સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. કુલ 16 એરફોર્સના જવાનોની ટીમ આવી પહોંચી હતી. જેમાં મ્યુઝિક બેન્ડમાં 8, મેડિકલ સ્ટાફમાં 2, એરફોર્સ પોલીસ 2 અને અન્ય 4 એરફોર્સ કર્મીઓનો સમાવેશ કરાયો હતો. સિવિલ કોવિડ હોસ્પિટલ પાસે દેશભક્તિના ગીતો સાથે કોરોના વોરિયર્સને સલામી અપાઈ હતી. તો આ જ ક્ષણે આકાશમાથી MI17 દ્વારા પણ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરી ડોકટરો, નર્સ, સફાઈકર્મીઓ અને પોલીસ જવાનોને સલામી આપવા ફુલોનો વરસાદ કર્યો હતો. એરફોર્સના 3 એસ.યુ.-30 (સુખોઈ ) યુદ્ધ વિમાનોએ અમદાવાદ અને ગાંધીનગર શહેર પર ફ્લાયપાસ્ટ કર્યું હતું. એરો-હેડ ફોર્મેશનમાં સુખોઇ વિમાનોની આ ઉડાન લો-લેવલ એટલે કે ઓછી ઊંચાઇ પરની ઉડાન હતી.    


અમદાવાદ: ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલરને કોરોના, ગોદરેજ ગાર્ડન સિટીમાં 3 કેસ પોઝિટિવ


ન કોઈ નેતા, ને કોઈ મોટા મહાનુભાવો, ન કોઈ મહેમાન, ન તો સ્વતંત્ર દિવસ કે ન પ્રજાસત્તાક દિવસ... આ બધુ ન હોવા છતા આજે દેશભરમાં ઈન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરનો અવાજ આકાશમાં ગુંજી ઉઠ્યો હતો. ભારતીય સેનાની ત્રણેય પાંખે આજે દેશભરમાં કરોનો વોરિયર્સને સલામી આપી હતી. જેમાં અમદાવાદમા કોવિડની સારવાર આપી રહેલા બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહેલા કોરોના યોદ્ધાઓને અનોખી રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સ્વાક બેન્ડે પણ હોસ્પિટલના કેમ્પસમાં ધૂન વગાડીને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો હતો. ‘સારે જહા સે અચ્છા...’ જેવી ધૂનો સાથે માહોલ દેશભક્તિભર્યો સર્જાયો હતો. આમ, અમદાવાદની હોસ્પિટલોમાં કોરોના વોરિસર્યને અનોખી રીતે સલામી આપવામાં આવી હતી.