નીતિન ગોહિલ, ભાવનગર: ગુજરાતમાં રિઝનલ કનેક્ટિવિટી સ્કીમ ઉડાન હેઠળ ફેબ્રુઆરીમાં એર ઓડિશાની ફ્લાઈટને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શરૂ કરાવી હતી. એરલાઈન્સના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે રાજ્યમાં લાંબા સમયથી ઉડાન યોજના હેઠળ વિમાન સેવા ઠપ થઈ ગઈ છે. ભાવનગર, સુરત, અમદાવાદ સહિતના શહેરોને જોડતી આ વિમાની સેવા હાલ ઠપ થઇ ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર ઓડિશા 15 ડિસેમ્બરથી રાજ્યમાં ફરી વિમાન સેવા શરૂ કરશે. એર ઓડિશાએ કેટલાક રૂટ પર આજ સુધી વિમાન સેવા શરૂ કરી નથી. તો કેટલાક રૂટ પર ફ્લાઈટ ખૂબ જ અનિયમિત હતી. જેના પગલે ફરિયાદ થતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 84 રૂટના લાઈસન્સ રદ કર્યા છે. હાલ વિન્ટર શિડ્યૂલ માટે ડીજીસીએની મંજૂરી બાકી છે. મંજૂરી મળ્યા બાદ લગભગ 15 ડિસેમ્બરથી પ્રથમ ગુજરાતમાં અને ત્યાર બાદ અન્ય રાજ્યોમાં તબક્કાવાર વિમાન સેવા શરૂ કરાશે. ભાવનગર સહિત રાજ્યમાં એર ઓડિસાની ફ્લાઇટ બંધ કરાઇ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...