અજય શીલુ/પોરબંદર: રાજ્યમાં સમયની સાથે વાયુ વાવાઝાડોનું સંકટ પણ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારો પર વાવાઝોડાને અનુલક્ષીને સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ‘વાયુ’ વાવાઝોડાને કારણે પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાના મોઝા 10થી15 ફૂટ જેટલા ઉંચા ઉછળી રહ્યા છે. અને પાળો તોડી દરિયો રહેણાક વિસ્તારોમાં ધૂસી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરનો દરિયો રોદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દરિયા કિનારે હવાનું દબાણ પણ વધી રહ્યું છે. પોરબંદરનો દરિયો તોફાની બનતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે. પોરબંદરનો દરિયો ગાંડોતૂર થયો છે. હવાની સાથે 10-15 ફૂટ ઉંચા ઉછળી રહ્યા છે.


LIVE TV


પોરબંદરના દરિયાનો પાળો તૂટી અને પાણી સિમ વિસ્તારમાં ઘુસવાનું ચાલુ થઇ ગયું છે. દરિયો વધુ તોફાની થશે તો ભયંકર પરિણામ આવી શકે છે. વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડુંની અસરના પગલે ગુજરાતના તમામ દરિયાઇ બંદર પર મહાભયજનક ગણાતું 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.