અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની વેસ્તાસ વિન્ડ સિસ્ટમના સીઇઓ સાથે થોડા સમય અગાઉ એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. જેમાં તેમણે વિન્ડ એન્ર્જી ઉત્પન્ન કરવા માટે ટર્બાઇન દ્વારા હવામાં રહેલા ભેજને શોષી તેમાંથી પાણી અને ઓક્સિજન મેળવી શકાય તેવી વાત કરી હતી. ત્યારે બનાસકાંઠાની જાણીતી બનાસ ડેરી દ્વારા હવામાંથી ભેજ શોષીને પાણી મેળવવાનાં પ્રોજેક્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. હવામાં રહેલા ભેજને જનરેટરની મદદથી પાણી બનાવ્યું હતું. જેના થકી દરરોજ 120 લિટર પાણી મેળવી શકાય છે. આ જરૂર પડ્યે પ્રોજેક્ટને મોટો પણ કરી શકાય છે તેવો દાવો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 969 દર્દી, 1027 રિકવર થયા, 6 લોકોનાં નિપજ્યાં મોત

બનાસ ડેરીએ પાકિસ્તાન બોર્ડરના છેવાડાના ગામ સુઇ ગામ ખાતે એક પ્રોજેક્ટ મુક્યો હતો. જ્યાં તેણે સુકી ગણાતી હવામાંથી પણ પાણી ઉત્પન્ન કર્યું હતું. સોલર ઉર્જાની મદદથી વિજલી પેદા કરી તે જ વિજળીની મદદખી એક ખાસ જનરેટર દ્વારા હવામાંથી પાણી ઉત્પન્ન કર્યું હતું. જો કે આ સમગ્ર પ્રક્રિયા કામગીરી કઇ રીતે કરે છે તે અંગે સ્પષ્ટતા હજી સુધી બનાસડેરી દ્વારા કરવામાં આવી નથી. ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ મશીનનું પાણી પીને લાઇવ ડેમોસ્ટ્રેશન કર્યું હતું. જો કે ખાસ જનરેટર દ્વારા જ આ પાણી ઉત્પન્ન થાય છે તેવું જણાવ્યું હતું. 


સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જઇ રહ્યા છો? કેટલો થશે ખર્ચ જાણીલો એક ક્લિક અને તમામ માહિતી

આ મશીન અંગે શંકર ચૌધરીએ જણાવ્યું કે, આ પાકિસ્તાન સીમાને અડીને આવેલું ગામ છે. અહીં સેનાના જવાનો સ્થાનિક અગરિયાઓ અને ગામના લોકોને બારે માસ પાણીની તંગીનો સામનો કરવો પડે છે. તેઓએ પાણી ખુબ જ દુરથી લાવવું પડે છે. જો કે આ મશીન તમામ માટે આશિર્વાદ રૂપ સાબિત થશે. ખુબ જ મીઠુ પાણી આ મશીન દ્વારા બને છે. મે પણ પીધું છે અને આ ખુબ જ ક્રાંતિકારી શોધ છે તેવું મારુ માનવું છે. આ ટેક્નોલોજીનો યોગ્ય વિકાસ થાય તો ન માત્ર વ્યક્તિઓ પરંતુ ખેતીવાડી માટે પણ આ ખુબ જ ઉપયોગી સાબિત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube