ચેતન પટેલ, સુરત: સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો તેમને પત્રકાર પરિષદ કરી શહેરમા લો એન્ડ ઓર્ડર વધુ કડક બનાવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ સાથે-સાથે લો એન્ડ ઓર્ડરમાં સુધારા વધારા કરી તેનું ઇમ્પ્લિમેન્ટ વહેલી તકે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના 22માં કમિશનર તરીકે અજય તોમરે ચાર્જ ગ્રહણ કર્યો છે. અજય તોમર પહેલા પોતાના અધિકારી સાથે ઓળખાણ કરી હતી. ચાર્જ લીધા બાદ ડીસીપી, એસીપી અને પીઆઇ સાથે મીટીંગ કરી શહેરની ભૌગોલિક પરિસ્થિતિ બાબતે જાણકારી મેળવી હતી. સુરતના પૂર્વ પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ સાથે દસ મીનીટના વાર્તા લાપમાં શહેરના તમામ ભૌગોલિક પરિસ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી.


તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે આર.બી બ્રહ્મભટ્ટ દ્વારા અત્યાર સુધી શહેરમાં લૉ એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવી છે શહેરમાં લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ વધુ સઘન બનાવવા માટે અમે કટિબદ્ધ છે. પ્રજા માટે પોલીસિંગ વ્યવસ્થા વધુ સારી કરવામાં આવશે. 


રક્ષાબંધનના પર્વ પર ચાર્જ લેનાર પોલીસ કમિશનર અજય તોમરે શહેરની તમામ બહેનોને જણાવ્યું હતું કે તેઓ પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે આગળ વધે પોલીસ તેમની સાથે છે અને હંમેશા તેમની સુરક્ષા માટે તત્પર રહેશે.


સુરતમાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે અને આ વચ્ચે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે અમદાવાદમાં પણ કોરોના કેસમાં નિયંત્રણ કરવાનો અનુભવ હોવાથી સુરતમાં પણ તેજ  સ્ટ્રેટેજી અપનાવી પોલીસ કાર્ય કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર