ઝી ન્યૂઝ/અમદાવાદ: આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુજરાતનું અપમાન કર્યું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુજરાત વિવાદ નોતર્યો છે. સાડા છ કરોડ ગુજરાતીઓનું અખિલેશે અપમાન કર્યું છે. અખિલેશે કહ્યું- ગુજરાતના લોકો દેશના પૈસા લઈને વિદેશ ભાગી રહ્યા છે...અયોધ્યાના રૂદ્રૌલીમાં જનસભામાં વિવાદિત નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે રવિવારે અયોધ્યાના રૂદૌલીમાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં ગુજરાતના લોકો દેશના પૈસા લઈને વિદેશ ભાગી રહ્યા છે. તમામ ઉદ્યોગપતિઓ ગુજરાતના છે. ભાજપમાં નાનો નેતા નાનું જુઠ્ઠું બોલે છે, મોટા નેતા મોટું જુઠ્ઠું બોલે છે.



લોકશાહી અને બંધારણને બચાવવાની આ છે ચૂંટણી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે સાઇકલના સિમ્બોલ પર તમારું બટન દબાવવામાં આવશે ત્યારે દેશ અને રાજ્યને એક નવો મેસેજ જશે. આ લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી છે. અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદીઓનો અહીંથી જૂનો સંબંધ છે. ખેડૂતોની આવક બમણી ક્યાં થઈ? કેન્દ્રની ભાજપ સરકાર મંડીઓ વેચવાની તૈયારી કરી રહી છે. આજે બજારમાંથી ખાતર ગાયબ થઈ ગયું છે. 5 વર્ષમાં ડીઝલ અને પેટ્રોલની કિંમત બમણી થઈ ગઈ છે.


મુખ્યમંત્રીનું નામ બદલીને બુલડોઝર બાબા કરવામાં આવ્યું
અખિલેશે કહ્યું કે રવિવારે ત્રીજા તબક્કાનું મતદાન સપાના પક્ષમાં થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમણે તેમની વિધાનસભામાં પોતાનો મત આપીને સપાની જીત સુનિશ્ચિત કરી છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલનો ઉલ્લેખ કરતા સપા પ્રમુખે કહ્યું કે તેમણે મુખ્યમંત્રીનું નામ બદલીને બુલડોઝર બાબા કરી દીધું છે. તેમણે લોકોને હાકલ કરીને કહ્યું કે તમારો એક વોટ સરકાર બદલશે. કેન્દ્ર-રાજ્ય સરકારે લોકડાઉનમાં અન્ય પ્રાંતોમાં રહેતા મજૂરોને લાવવા માટે કોઈ વ્યવસ્થા કરી નથી. તમામ લોકોએ જીવ ગુમાવ્યા. ભાજપના શાસનમાં ત્રણ કાળા કાયદા લાવી ખેડૂતોની જમીન અને આજીવિકા છીનવી લેવાનું કામ કર્યું હતું. પરંતુ ખેડૂતોના આંદોલન સામે સરકારને ઝુકવું પડ્યું હતું.


11 લાખ જગ્યાઓ ખાલી છે પરંતુ ભાજપ સરકાર ભરતી કરી રહી નથી
સપા પ્રમુખે કહ્યું કે આજે દેશમાં 11 લાખ પદો ખાલી છે, પરંતુ ભાજપ સરકાર ભરતી કરી રહી નથી. શિક્ષામિત્રોએ લાંબા સમય સુધી આંદોલન કર્યું, પછી કોર્ટના આદેશ પર તેમને ન્યાય મળ્યો. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી સરકાર આવશે તો જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર બનશે તો યુવાનોને પોલીસની નોકરી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે વેપારીઓ અને સામાન્ય માણસ મોંઘવારી, બેરોજગારી, નોટબંધી, GST કોરોનાથી પરેશાન છે. આજે વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, તમામ વર્ગો ભાજપ સરકારથી ત્રસ્ત છે. તો તમે સપાને મત આપીને જીતો. સપાના રૂદૌલી વિધાનસભાના ઉમેદવાર આનંદ સેન યાદવ, બીકાપુરના ઉમેદવાર ફિરોઝ ખાન ગબ્બરે પણ સભાને સંબોધી હતી.