માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા પરિવારના એકના એક બાળકે ગુમાવી આંખ

મહીસાગરમાં સ્કૂલ પ્રોજેક્ટ બનાવવામાં વિદ્યાર્થીની આંખ ગઈ. ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રોજેક્ટ કિટ અપાઈ હતી. અંદર બ્લાસ્ટ થતા બાળકે ગુમાવી પોતાની એક આંખ. બાળક હાલ સારવાર હેઠળ.

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા પરિવારના એકના એક બાળકે ગુમાવી આંખ

ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: લુણાવાડા તાલુકાના લાલસર ગામની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.2 ના વિદ્યાર્થીને રોબેટિક એજ્યુકેશન કીટ આપતા તેમાં રહેલી પેન્સિલ સેલ ની બેટરી ફાટતા બાળક ગંભીર ઇજાગ્રસ્ત થયું છે અને આખું ગુમાવવાનું વારો આવ્યો છે.

મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના લાલસર ગામની એક ખાનગી શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એજ્યુકેશન કીટ અભ્યાસ અર્થે અપાતા બાળક ગંભીર ઇજાગ્રસ્ત બન્યું છે અને હાલ વધુ સારવાર હેઠળ છે જે શાળા તેમજ વાલીઓ માટે 'એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય' લુણાવાડા તાલુકાના લાલસર ગામે આવેલી ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે રોબેટિક કીટ અભ્યાસ અર્થે અપાતા તેમાં રહેલા પેન્સિલ સેલ ફાટતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે અને પરીવારનું એકનું એક બાળક હાલ પોતાની દ્રષ્ટિ ગુમાવી ચૂક્યું છે. 

વીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા આઠ વર્ષેના વિરેન્દ્રકુમાર ઇન્દ્રજીત ઠાકોર જેવો લાલસર ખાતેની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બે માં અભ્યાસ કરે છે. શાળા દ્વારા અભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે શાળા દ્વારા રોબેટીક એજ્યુકેશન કીટ વાલીઓ પાસેથી 6000 હજાર જેટલી કિંમત લઈ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે આપવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થી પોતાના ઘરે કીટનો ઉપયોગ કરતો હતો તે સમયે એકાએક તેમાં રહેલી પેન્સિલ સેલની લીથીમ બેટરી ફાટતા વિદ્યાર્થી આંખના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. 

વાલી દ્વારા શાળાના આચાર્યને તાત્કાલિક ધોરણે જાણ કરતા શાળાના ટ્રસ્ટી ડૉ હિરેનકુમાર પટેલ વાલી સાથે હોસ્પિટલ જઈ વિદ્યાર્થીને અમદાવાદ ખાતે આંખનું ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી હતી બીજી તરફ બાળકને આંખ તેમજ સાથળ તેમજ અન્ય ગુપ્તાંગના ભાગોમાં પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે આંખનું ઓપરેશન કર્યા બાદ તેને લુણાવાડા ખાતે આયુષ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો અને તેની વધુ સારવાર અહીં ચાલી રહી છે. 

ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલ બાળક ના સાધનના ભાગે ઓપરેશન કરી લેવામાં આવ્યું છે હાલ બાળક હલનચલન તેમજ બોલે છે પરંતુ બાળક પોતાની દ્રષ્ટિ ખોઈ ચૂક્યું છે ત્યારે શાળામાં આવા નાના બાળકોને આવી એજ્યુકેશન કીટ કેમ આપવામાં આવી તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે બાળકને આવી રોબેટીક ની કિટ કેમ આપવામાં આવી તે પણ એક ગંભીર સવાલ ઊભો થઈ રહ્યો છે. 

બીજી તરફ વાલી દ્વારા પણ આવી કીટો શાળાના અન્ય બાળકોને પણ આપવામાં આવી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું ધોરણ બેમાં અભ્યાસ કરતા અન્ય બાળકો પાસેથી આ કીટ પરત લેવામાં આવશે કે કેમ બીજી તરફ કીટ બનાવતી કંપની સામે કાર્યવાહી કે તપાસ કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે સામાજિક અગ્રણી દ્વારા કીટ બનાવતી કંપની સામે તેમજ શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી પણ કરવામાં આવી છે. 

હાલ તો બાળકને આવી શૈક્ષણિક કીટના કારણે પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે નાની ઉંમરે બાળકને આંખે ઇજા પહોંચતા પરિવાર શોખ મગ્ન બન્યો છે અને જે પણ વ્યક્તિ આમાં કસૂરવાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news