Ambalal Patel Scary Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના 14 જિલ્લાના ખેડૂતોને 30 કરોડની મળશે સહાય: દરેક ખેડૂતને મળશે 5400ની કીટ


આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.


ગુજરાતના 21 સહિત કુલ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે પીએમ મોદી રાખશે આધારશિલા


બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે. ત્રણથી ચાર ઓગસ્ટમાં ભારે પવન ફૂંકાશે. દેશના કેટલાક ભાગોમાં વરસાદ પણ પડશે. સાથે જ પૂર્વ ભારતના ભાગોમાં બિહાર, પશ્ચિમ બંગાળ આસામમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ ઓગસ્ટના રોજ પવન ફૂંકાશે.


થઈ જોવા જેવી! નગરસેવિકાએ પોતાનો દાખલો 200માં વહેંચાતો લીધો અને ઝડપાયો મોટું કૌભાંડ


અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે.


પાસપોર્ટ માટે લાંબુ વેઈટિંગ ચાલે છે, ત્યારે માત્ર કલાકમાં અમેરિકા જવા પાસપોર્ટ મળ્ય


અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. આઠ ઓગસ્ટમાં પણ વરસાદનું જોર વધે અને ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ તથા સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. કોઈપણ ભાગમાં ભારે વરસાદી ઝાંપટા પડશે. કોઈ કોઈ ભાગોમાં ચાર ઈંચ કે તેથી વરસાદ પડવાની શક્યતા રહે.


માનવતા શર્મશાર કરતી ઘટના , દલિત વૃદ્ધના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં ન થવા દીધા


અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હવે 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી મેઘરાજાનો તોફાની રાઉન્ડ 4 આવી શકે છે અને જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં અત્યંત વરસાદ પડશે. ક્યાંક 10 ઈંચથી વધારે વરસાદ પડશે, નદી નાળાં છલકાઈ જશે, મેઘરાજા તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવશે અને અમુક વિસ્તારો જળબંબાકાર થઈ જશે. 


Marriage: કુંડળી ના મળતી હોય, ગ્રહ નડતા હોય તો ફિકર નોટ, આ રત્ન કરાવશે લગ્ન!


ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે સારું ગણાય છે. તે સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. આ અરસામાં મધ્યપ્રદેશ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. 23 ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદનું જોર ઘટશે. અને ઝાંપટા પડી શકે છે. 27થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 


દેશના અઢી લાખથી વધુ ગામની માટી લાવીને દિલ્હીમાં બનાવાશે “અમૃત વાટિકા”


30 અને 31માં રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેશે. જો કે હાલમાં સતત વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થયુ છે. હવે વરસાદ વિરામ લે તેની ખેડુતો રાહ જોઈએ રહ્યા છે. પરંતુ ઓગસ્ટ મહિનામા પણ વરસાદને લઈ અંબાલાલની આગાહી હવે ખેડૂતો માટે ચેતવણીરૂપ બનીને રહી ગઈ છે.