ગુજરાતના 21 સહિત કુલ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે પીએમ મોદી 6 ઓગસ્ટે રાખશે આધારશિલા, બનશે નવો રેકોર્ડ

Indian Railways Stations: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની આધારશિલા રાખવાના છે. 

ગુજરાતના 21 સહિત કુલ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે પીએમ મોદી 6 ઓગસ્ટે રાખશે આધારશિલા, બનશે નવો રેકોર્ડ

નવી દિલ્હીઃ Railways Station Redevelopment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)6 ઓગસ્ટે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરના 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ (508 Railway Stations)ની આધારશિલા રાખવાના છે. આ રિડેવલોપમેન્ટનું કામ અમૃત ભારત સ્ટેશન યોજના (Amrit Bharat Yojana)હેઠળ કરવામાં આવશે. આ યોજના હેઠળ દેશભરમાં કુલ 1309 સ્ટેશનોનું રિડેવલોપમેન્ટ કરવાનું છે. 

કેટલો આવશે ખર્ચ
આ યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 508 રેલવે સ્ટેશનોના રિડેવલોપમેન્ટનું કામ પૂરુ કરવા માટે આધારશિલા રાખશે. આ હેઠળ કુલ ખર્ચ 24,470 કરોડ રૂપિયાથી વધુ થશે. આ ખર્ચથી સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. શહેરના બંને છેડાના યોગ્ય એકીકરણ સાથે આ સ્ટેશનોને સિટી સેન્ટરના રૂપમાં વિકસિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

ક્યાં કેટલા રેલવે સ્ટેસન થશે રિડેવલોપ
આ 508 સ્ટેશન 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22 સ્ટેશન, ગુજરાત અને તેલંગણામાં 21-21, ઝારખંડમાં 20, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સ્ટેશન સામેલ છે. 

કઈ રીતે રિડેવલોપ થશે આ રેલવે સ્ટેશન
આ રેલવે સ્ટેશન આધુનિક યાત્રિકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ સાથે સારા પ્રકારની ડિઝાઇન, અવર-જવરની સુવિધા, અંતર મોડલ રજિસ્ટર્ડ અને સ્ટેશન ભવનોની ડિઝાઇન સ્થાયી સંસ્કૃતિ, વારસો અને વાસ્તુકલાથી પ્રેરિત હશે. આ રેલવે સ્ટેશન તે શહેર કે સ્થાનની સુંદરતાને પ્રદર્શિત કરશે. 

ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે અત્યાધુનિક જાહેર પરિવહનની જોગવાઈ પર ભાર આપી રહ્યું છે. તેને જોતા રેલવે દેશભરમાં લોકોનું પરિવહનનું પસંદગીનું સાધન છે. તેવામાં રેલવે સ્ટેશન પર વિશ્વ સ્તરની સુવિધા જોડવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news