બી.જે મેડીકલની પીજી હોસ્ટેલમાં ‘દારૂની મહેફિલ’, કેવી રીતે થયો ખુલાસો જાણો
બી.જે. મેડીકલ (B J Medical College)ની પીજી હોસ્ટેલ (PG Hostel)ના 20 જેટલા વિદ્યાર્થી ડેન્ગ્યુ (Dengue)માં સપડાયા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેને લઇને સફાઇને લઇને રિયાલીટી ચેક કરવા ગયેલી ઝી 24 કલાક (Zee24Kalak)ની અમારી ટીમ બી.જે. મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલ પર પહોંચી હતી
અમદાવાદ: અમદાવાદની જાણીતી બી. જે. મેડીકલ કોલેજ (B J Medical College)ના PG હોસ્ટેલ (PG Hostel)ના ધાબા પરથી અનેક વિદેશી દારૂ (Alcohol)ની બોટલો વેરવિખેર મળી આવી હતી. જેને લઇને રેસીડેન્ટ ડોક્ટર (Doctor) રહેતા હોય અને તેમના જ ધાબા પર ખુલ્લેઆમ દારૂની અનેક ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે આ ઘટનાને પગલે કહી શકાય છે કે, પીજી હોસ્ટેલ (PG Hostel)માં અનેક કબીર સિંગ (Kabir Singh)રહેતા હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થયું છે.
આ પણ વાંચો:- B.J. મેડીકલ કોલેજમાં અનેક કબીર સિંગ, હોસ્ટેલના ધાબા પરથી મળી બ્રાન્ડેડ દારૂની બોટલ
આ રીતે થયો બી.જે મેડીકલની હોસ્ટેલમાં ‘દારૂની મહેફિલ’નો ખુલાસો
બી.જે. મેડીકલ (B J Medical College)ની પીજી હોસ્ટેલ (PG Hostel)ના 20 જેટલા વિદ્યાર્થી ડેન્ગ્યુ (Dengue)માં સપડાયા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેને લઇને સફાઇને લઇને રિયાલીટી ચેક કરવા ગયેલી ઝી 24 કલાક (Zee24Kalak)ની અમારી ટીમ બી.જે. મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલ પર પહોંચી હતી. જ્યાં તેમને હોસ્ટેલની અંદરની બાજુએ ગંદકીના ઢગલા જોવા મળ્યા હતો. તો બજી તરફ હોસ્ટેલની દિવાલો પર પાનની પિચકારીઓ મારેલી જોવા મળી હતી.
આ પણ વાંચો:- રિસર્ચમાં જાણવા મળ્યું માયોસેન યુગમાં ગુજરાતના આ જિલ્લામાં વસતા હતા હિપોપોટેમસ અને જિરાફ
મોરબીની દીકરીઓનો તલવાર રાસ જોઇ સૌ કોઇ થયા મંત્રમુગ્ધ, જુઓ Pics...
ઉલ્લેખનીય છે કે, મચ્છર કરડવાને કારણે છેલ્લા એક મહિનામાં બી. જે. મેડીકલ કોલેજ (B J Medical College)ના PG હોસ્ટેલ (PG Hostel)ના 30થી વધુ ડોક્ટરો ડેન્ગ્યુના શિકાર બન્યા છે. ત્યારે બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલમાં 500 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. જેના લગભગ 10 ટકા રેસિડેન્ટ ડોક્ટરો ડેન્ગ્યુના શિકાર બન્યા છે. મચ્છરોના ત્રાસને લઈ અનેકવાર વિદ્યાર્થીઓની ફરિયાદ કરવા છતાં તંત્ર તરફથી હોસ્ટેલમાં ફોગીંગ કરાયું નથી.
જુઓ Live TV:-