રિસર્ચમાં જાણવા મળ્યું માયોસેન યુગમાં ગુજરાતના આ જિલ્લામાં વસતા હતા હિપોપોટેમસ અને જિરાફ
વર્ષ ૨૦૦૭ સંસોધન દરમિયાન કચ્છ યુનિવર્સીટી પલાંસવાની પુરાતત્વ સાઈટ મળી આવી હતી. સંસોધન દરમિયાન મોટી સખ્યામાં જીવાશ્મિ મળી આવ્યા હતા. અમેરિકા અને ફ્રાન્સના તજજ્ઞો મદદ લઈને તેના પર સંસોધન કરવામાં આવ્યું હતું.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: પ્રણાલીગત રીતે દુષ્કાળીયા ગણાતા રણપ્રદેશ કચ્છમાં એક સમયે વિવિધ પ્રકારના પક્ષીઓ,પાણીના ઝરણાં,માછલીઓ તો ઠીક છે પણ જિરાફ, હાથીના ઝુંડ,વિશાળકાય મગરમચ્છો અને હિપોપોટેમસ જેવાં પ્રાણીઓ વિચરતા હોવાનું સંસોધન દરમિયાન સામે આવ્યું છે. રાપર તાલુકાના પલાંસવા મળી આવેલા જીવાશ્મિ પર સંસોધન કરવામાં આવ્યું હતું. ગરમ અને સૂકી આબોહવા વાળો રણપ્રદેશ કચ્છ એક સમયે ભેજવાળી આબોહવા ધરાવતો એક વિસ્તાર હતો અને તેમાં ગાઢ જંગલો આવેલા હતા. જેમાં જિરાફ, હાથી અને ગેંડા જેવા પ્ર્રાણીઓ રહેતા હોવાનું સંસોધન દરમિયાન જાણવા મળ્યું છે.
૧૪ મિલિયન પહેલાં એટલે કે માયોસેન યુગ તરીકે ઓળખાતા ભૌગોલિક સમયગાળા દરમ્યાન કચ્છમાં હિપોપોટેમસ અને જિરાફ સહિતના પ્રાણીઓ મોટી સંખ્યામાં હતા. કચ્છમાં અત્યાર સુધીમાં મળી આવેલા મોટા ભાગના જીવાશ્મીઓ દરિયાઈ છે. કારણ કે કચ્છ સમુદ્રને અડકીને આવેલો જિલ્લો છે. આ સંશોધનમાંથી એ પણ જાણવા મળ્યું છે કે સસ્તન વર્ગના પ્રાણીઓ કેવી રીતે આફ્રિકા ખંડથી છેક ભારતીય ઉપખંડ સુધી વિસ્તર્યા હતા. એ વાત આશ્ચર્યજનક અને રોમાંચકારી છે કે કચ્છમાં પણ આફ્રિકા ખંડની જેમ જિરાફ,હિપોપોટેમસ,હાથીઓ અને મહાકાય મગરમચ્છોની હાજરી હતી. કચ્છના રાપર પલાંસવા નજીક સંસોધન દરમિયાન મળેલી સાઈટ પરથી વિવિધ અવશેષો મળ્યા છે.
વર્ષ ૨૦૦૭ સંસોધન દરમિયાન કચ્છ યુનિવર્સીટી પલાંસવાની પુરાતત્વ સાઈટ મળી આવી હતી. સંસોધન દરમિયાન મોટી સખ્યામાં જીવાશ્મિ મળી આવ્યા હતા. અમેરિકા અને ફ્રાન્સના તજજ્ઞો મદદ લઈને તેના પર સંસોધન કરવામાં આવ્યું હતું. સંસોધન દરમિયાન ૧૪ મીલીયન વર્ષ પહેલાનાં મીયોસીન યુગમાં ગાઢ જગલ જેમાં જિરાફ, ગેંડા, હાથી જેવા પ્રાણીઓ અહિયાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે.
કચ્છમાં અગાઉ પણ હડપ્પીય સમયના અનેકવાર અવશેષ મળી આવ્યા છે. કચ્છનું ધોળાવીરા અને લખપતના ખટિયા હડપ્પીય સભ્યતાના અવશેષ મળી આવ્યા છે. કચ્છ જીલ્લામાં અંદાજીત ૧૦૦ જેટલી પુરાતત્વ સાઈટ આવેલી છે. રાપર પલાંસવા સાઈટ જીયોપાર્ક તરીકે વિકસાવવા માટે માંગ ઉઠી છે. અન્ય દેશમાં જયારે કોઇપણ જગ્યાએ પુરાતત્વ અવશેષ મળે ત્યારે તે સાઈટ જીયોપાર્ક તરીકે વિકસાવવામાં આવે છે. કચ્છમાં જે રીતે પ્રવાસન વેગ મળ્યો છે. ત્યારે કચ્છમાં આવેલી પુરાતત્વ સાઈટ જીયોપાર્ક તરીકે વિકસાવવા આવેતો આવનારી પેઠી સંસોધનમાં ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે