Narmada Dam નર્મદા : નર્મદા ડેમથી મોટી ખબર આવી છે. નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે આજે 29 એપ્રિલ સાંજે 8 વાગે નર્મદા ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. હાલ હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે જેથી કાંઠે ચાલી રહેલા પરિક્રમાવાસીઓ ને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાવાસીઓએ નદીમાં નહિ જવા માટે અને પરિક્રમા કરતા લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે. હાલમાં તિલકવાડા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવ્યો છે, જો તેની ઉપરથી પાણી જતું હોય તો પુલ નો ઉપયોગ નહિ કરવા પણ સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાનથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. રોજ લાખોની સંખ્યામાં પરિક્રમા કરવા નીકળી પડે છે. ત્યારે પરિક્રમાર્થીઓ માટે પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ૨૪X૭ કલાક કન્ટ્રોલરૂમના માધ્યમથી સમગ્ર પરિક્રમા ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાંતિ-સલામતી સુવિધા પર નજર રાખવામાં આવી રહી છે.


બે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી છેતરપીંડી


પરિક્રમાવાસીનું મોત
ગતરોજ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા માટે આવેલા 63 વર્ષીય શ્રદ્ધાળુનું પરિક્રમા દરમિયાન મોત થયું હતું. વડોદરા માંજલપુરના સુરભી પાર્કમાં રહેતા 63 વર્ષીય હરિસ ગણપતરાવ મદનેનું મોત થયું હતું. હરિસ મદને પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા આવ્યાહ તા. પરિક્રમા દરમિયાન તબિયત બગડતા કપિલેશ્વર મંદિર ખાતે આરોગ્ય ટીમ દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી. પરિક્રમા માર્ગ પર તૈનાત આરોગ્ય ટિમ દ્વારા દર્દીની તપાસ કરી તત્કાલીક 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની તપાસ કરતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. 63 વર્ષીય હરિસ મદનેને અગાઉ પણ હાર્ટ એટેક અને પેરેલીસીસની તકલીફ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આમ, પરિક્રમાના રુટ પર શ્રદ્ધાળનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. 


રૂપાલા બાદ ધાનાણીએ નવો વિવાદ ઉભો કર્યો, પાટીદારો અને બાપુઓને કહ્યાં હરખ પદુડા