બે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી મોટી છેતરપીંડી
Fraud With Jio Mart : માનવામાં ન આવે તેવું ક્રાઈમ અમદાવાદ સાયબર ક્રાઈમના ચોપડે નોંધાયુ છે, જેમાં બે ગુજરાતી ભાઈઓએ જિયો માર્ટમાંથી ઓર્ડર આપીને, બાદમાં કેન્સલ કરીને ગોલ્ડ કોઈન ખરીદી લીધા
Trending Photos
Cyber Crime : દેશમાં સાયબર ક્રાઈમનો અત્યાર સુધીનો સૌથી મોટો ફ્રોડ સામે આવ્યો છે, તે પણ બે ગુજરાતી ભાઈઓએ મળીને કર્યો છે. ગુજરાતી ભેજાબાજ ભાઈએ જીયો માર્ટને માત્ર 5 મહિનામં 104 કરોડનો ચૂનો લગાડ્યો છે. બંને પિતરાઈ ભાઈઓએ જિયોમાર્ટથી 104 કરોડના ઓર્ડર કરી કેન્સલ કર્યા હતા. જેની સામે રિવોર્ડ પોઇન્ટ મેળવી રૂ.2 કરોડના ગોલ્ડ કોઇન ખરીદ્યા હતા. સાયબર ક્રાઇમે બંનેને ઝડપી પાડ્યા છે.
કેવી રીતે કરતા હતા છેતરપીંડી
સાયબર ક્રાઇમે અમિત કારિયા અને ભાવિન જીવાણીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા અનેક ચોકાવનારી વિગતો સામે આવી છે. આ બંને સંબંધમાં પિતરાઈ ભાઈઓ છે. જેમાં આરોપીઓ એક્સિસ બેન્કના magnus ક્રેડિટ કાર્ડ દ્વારા રિલાયન્સ અને એમેઝોન કંપની સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. એક્સિસ બેન્કના magnus ક્રેડિટ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના નામે ખરીદી કરી જીયો શોપિંગ એપ મારફતે એક્સિસ બેન્ક magnus ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી વસ્તુ મંગાવવામાં આવતી હતી. વસ્તુનો ઓર્ડર આપ્યા બાદ તે ડિલિવરી થાય તે પહેલાં જ ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવતો હતો. ઓર્ડર કેન્સલ થતાં જ બેંક દ્વારા કેન્સલ થયેલી વસ્તુ માટે એક્સિસ બેન્કના magnus ક્રેડિટ કાર્ડ દ્વારા રિવર્ડ પોઇન્ટ આપવામાં આવતા હતા. આ રીવર્ડ પોઈન્ટને આરોપીઓ ગિફ્ટકાર્ડ મારફતે શોપિંગ વેબસાઈટ પરથી સોનાના સિક્કાની ખરીદી કરતા હતા. જે સોનાના સિક્કાઓ સગા સંબંધીઓ અને મિત્રોના સરનામા પર ડિલિવરી કરાવતા હતા. બાદમાં જે જગ્યાએ સોનાનો ભાવ વધુ હોય ત્યાં જઈને સોનાના સિક્કાનું વેચાણ કરતા હતા.
બે પિતરાઈ ભાઈઓની કમાલ
આમ, અમિત કારિયા અને ભાવિન જીવાણીએ મળીને જીયો માર્ટને 1 કરોડનો ચૂનો લગાવ્યો હતો. બંને આરોપીઓ પાસેથી 36 સીમકાર્ડ, 12 મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ, રાઉટર, ક્રેડિટ કાર્ડ સહિત 43,000 નો મુદ્દામાલ કબજે કરાયો છે. બંને યુવકોએ બહુ જ ચતુરાઈ પૂર્વક આખો પ્લાન પાર પાડ્યો હતો, પરંતુ આખરે પકડાઈ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે