બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે ત્રી-પાંખીઓ જંગ
અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાની મુલાકાતે આવી પહોંચશે. ઠાકરો સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનો પ્રારંભ કરવાવા અને તેમના સમર્થન અને પ્રચાર માટે જાહેર સંભાનું સંબોધન કરશે.
બનાસકાંઠા: અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાની મુલાકાતે આવી પહોંચશે. ત્યાં ઠાકરો સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનો પ્રારંભ કરવાવા અને તેમના સમર્થન અને પ્રચાર માટે જાહેર સંભાનું સંબોધન કરશે. જેને લઇને હવે જોવાનું રહ્યું કે, બનાસકાંઠામાં ઠાકોર સેનાના મત સૈથી વધુ હોવાથી ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે ત્રી-પાંખીઓ જંગ જામશે.
વધુમાં વાંચો: પોરબંદર બેઠક પર ભાજપ કોંગ્રેસ માટે કાંધલ જાડેજા બની શકે છે માથાનો દુખાવો
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપાવામાં આવેલા અલ્ટિમેટમ બાદ 24 કલાકમાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના નિર્ણયને કારણે મોટી અસર થઇ શકે છે. અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફર્નસ કરીને જાણાકારી આપી હતી કે, તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપી રહ્યો મે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે.
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર બોલ્યા વિવાદીત બોલ
પાર્ટીમાં મારી સાથે જોડાયેલા ગરીબ યુવાનોને યોગ્ય હોદ્દાઓ નથી આપવામાં આવ્યા. ઠાકોર સેનાના યુવાનોની પક્ષમાં અવગણના કરવામાં આવી રહી છે. અમને પક્ષમાં હોદ્દાની લાલચ નથી અમારે સન્માન જોઇએ છે. અમારા પ્રભારીએ માત્ર વાતો જ કરી અને અમારા યુવાનોનો અન્યાય કર્યો છે. ધારાસભ્યો પદથી રાજીનામું નથી આપ્યું પાર્ટીના પદો પરથી રાજીનામું આપ્યું છે.
વધુમાં વાંચો: અલ્પેશ ઠાકોર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યુ
ત્યારબાદ આજે ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બનાસકાઠાના દિયોદર ખાતે કોતરવાડા ગામે આવી પહોંચશે. કોતરવાડામાં આવ્યા બાદ તેઓ ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનો પ્રારંભ કરાવશે અને ત્યારેબદા તેઓ ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારના પ્રચાર માટે જાહેર સભાને સંબોધન કરવાના છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજના મત સૌથી વધારે હોવાથી જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રી-પાંખીઓ જંગ જામે તેવા એંધાણ સેવાઇ રહ્યાં છે.