ભાવનગર: જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના મોટાભાગના ચેકડેમો ચોમાસામાં સારા વરસાદના કારણે ઓવરફલો થતા તંત્ર ખુશખુશાલ જોવા મળી રહ્યું છે. ભાવનગર જીલ્લાના ૧૦ તાલુકાઓમાં ૮૦ % થી વધુ ચેકડેમો ભરાઈ ગયા છે જયારે બાકીના ૨૦℅ જર્જરિત ચેકડેમો  અંગેની મરામતની કામગીરી હાથ ધરી છે. ભાવનગર જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ ૩૫૫ ચેકડેમો આવેલા છે. જીલ્લાના ૧૦ તાલુકાઓમાં અલગ અલગ જગ્યાઓ પર આવેલા આ ચેકડેમો અતિ રમણીય અને સુંદર લાગી રહ્યા છે. જેનું કારણ છે કે ચાલુ વર્ષે અતિ સારા વરસાદ ને લઇ તમામ તાલુકા મથકો પર ૧૦૦% કે તેથી વધુ વરસાદ પડતા આ વિસ્તારના ચેકડેમો ભરાય ગયા હતા. ચેકડેમો ભરાઈ જતા તેનો ફાયદો ખેતી અને લોકોને પણ થઇ રહ્યો છે. પાણીના તળ ઊંચા આવી જતા પીવાના પાણીની સમસ્યા પણ સાવ હળવી બની છે તો ખેડૂતો પોતાના ખેતરોમાં રહેલા પાક ને પાણ પાવા પણ આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. જીલ્લાના તમામ તાલુકાઓ માં ચેકડેમો અને તેની સ્થિતિ પર નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાક નુકસાનની સહાય માટે સરકારે મંગાવી અરજી, આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર સાથે રાખજો


જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના ચેકડેમો પૈકી ૨૦ જેટલા ચેકડેમો જર્જરિત કે રીપેરીંગ ની માંગ કરી રહ્યા છે. આ ચેકડેમો આ વર્ષના સારા વરસાદ માં પણ ભરાયા નથી ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે ખાસ રીપોર્ટ તૈયાર કરી આવનારા સમયમાં આ જર્જરિત કે રીપેરીંગ ની જરૂરિયાત વાળા ચેકડેમો ને દુરસ્ત કરી તેમાં પણ પાણી ભરાય અને વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી પાણીની સમસ્યાને હળવી બની શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.


ગુજરાત હાઇકોર્ટે લોપમુદ્રા અને નિત્યનંદિતાને હાજર કરવા પોલીસને આપ્યો આદેશ


સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે વડોદરામાં ગટર કરતા ઉતરતી કક્ષાનું પીવાનું પાણી


ચેકડેમો ને લઇ જળસંચય સાથે સંકળાયેલા લોકો ને આ બાબતે પૂછતાં તેઓ પણ રાજ્યસરકાર દ્વારા આ વર્ષે જે રીતે ચેકડેમો ઊંડા ઉતારવા સહિતની કામગીરી કરવામાં આવી છે તેની સરાહના કરી રહ્યા છે.  સાથે સાથે જે ચેકડેમો જર્જરિત કે અતિ વરસાદ ના કારણે તૂટી ગયા છે તેને વહેલી તકે રીપેર કરવામ આવે અને ચેકડેમો થાકી રાજ્યમાં પાણીની સમસ્યા ના નિવારણમાં સરકાર મહત્વના પગલા ભારે તે જરૂરી છે. જળ એ જીવન છે અને તેનો યોગ્ય ઉપયોગ અને તેની બચત કરવી ખૂબ જરૂરી છે. પાણીનો બિનજરૂરી પાણીનો વેડફાટ પણ ન થાય તેની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube