સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે વડોદરામાં ગટર કરતા ઉતરતી કક્ષાનું પીવાનું પાણી
વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જીગીશા શેઠના વોર્ડ-10માં આવેલા સુભાનપુરાની હરીઓમનગર સોસાયટીમાં ડહોળુ પાણી આવ્યું હતું
Trending Photos
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જીગીશા શેઠના વોર્ડ-10માં આવેલા સુભાનપુરાની હરીઓમનગર સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં ડહોળુ પાણી આવ્યું હતું. સોસાયટીમાં એટલુ ગંદુ પાણી આવ્યું કે, પાણી પીવાનું નહી પરંતુ ગટરનું હોય તેવું લાગી રહ્યું હતું. સ્માર્ટ સિટીની મોટી મોટી ગુલબાંગો વચ્ચે નાગરિકોને સાફ પાણી પણ પીવા નથી મળી રહ્યું. વડોદરા કોર્પોરેશન પાણી મુદ્દે સમગ્ર ગુજરાતમાં બદનામ થઇ ચુક્યું છે. પશ્ચિમ વિસ્તારમાં પણ દૂષિત પાણી એક મોટી સમસ્યા છે. આ મુદ્દે મુખ્યમંત્રી પણ સંજ્ઞાન લઇ ચુક્યા છે.
ન માત્ર ગંદુ પરંતુ પ્રેશરની પણ સમસ્યા
પાણી મુદ્દે વડોદરા કોર્પોરેશન ખુબ જ બદનામ થઇ ચુક્યું છે. વડોદરા મહાનગરપાલિકાના તમામ ધમપછાડા છતા પણ હજી પાણીની સ્થિતી યતાવત્ત છે. આજે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કોઇ જ ઉકેલ આવ્યો નથી. કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવે છે. ખુબ જ ડહોળુ પાણી આવવાનાં કારણે લોકો ખાનગી પાણીના ડિલરો પાસેથી પીવાનું પાણી લેવા માટે મજબુર બન્યા છે.
ગુજરાત હાઇકોર્ટે લોપમુદ્રા અને નિત્યનંદિતાને હાજર કરવા પોલીસને આપ્યો આદેશ
પાણી માફિકાઓ બેફામ
વડોદરામાં પાણી માફિયાઓ બેફામ બન્યા છે. દુષિત પાણી આવતું હોવાનાં કારણે પીવાના પાણીમાટે લોકો જગ મંગાવવા મજબુર બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણી માફીયાઓ લોકોની મજબુરીનો ભરપુર ફાયદો ઉઠાવી રહ્યા છે. જેટલા ઇચ્છે તેટલા ભાવ વસુલે છે. ઉપરાંત પાણી પણ પુરતા પ્રમાણમાં નથી આપવામાં આવી રહ્યું. પૈસા આપવા છતા ઇચ્છે ત્યારે પાણીના જગ પહોંચાડાઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે