હરીન ચાલીહા/દાહોદ :દાહોદ શહેરના સુજાઈ બાગ વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા (suicide) કરી લેતા ચકચાર મચી છે. ત્રણ બાળકો સહિત પતિ પત્નીએ ઝેર ખાઈ આત્મહત્યા સમગ્ર પરિવાર વ્હોરા સમાજમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે. આર્થિક સંકડામણથી કંટાળીને પરિવારના મોભીએ પત્ની તથા ત્રણ માસુમ દીકરીઓને મીઠાઈમાં ઝેર ભેરવીને ખવડાવ્યું હતું. વહેલી સવારે ઘરમાંથી પાંચેય પરિવારજનોની લાશ મળતા પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : નવા સીમાંકનથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રસ્તો ક્લિયર થયો, વોર્ડ દીઠ બેઠકનો નક્શો બદલાયો


પોલીસ તપાસમાં માહિતી મળી કે, સૈફતભાઈ દુધિયાવાલા (ઉંમર 42 વર્ષ) નો પરિવાર દાહોદના સુજાઈબાગ વિસ્તારના બેતુલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની મહેઝબીન દુધિયાવાલા (ઉંમર 35 વર્ષ), મોટી પુત્રી અરવા દુધિયાવાલા (ઉંમર 17 વર્ષ), બીજી પુત્રી ઝેનલ દુધિયાવાલા (ઉંમર 16 વર્ષ) અને નાની દીકરી હુસૈના દુધિયાવાલા (ઉંમર 7 વર્ષ) હતા. સૈફતભાઈ ડિસ્પોઝેબલ ડીશનો છૂટક વેપાર કરતા હતા. આજે વહેલી સવારે સૈફતભાઈના પિતાએ તેમના મોબાઈલ પર ફોન કર્યો હતો. વારંવાર ફોન કરવા છતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. તેથી પિતાએ નજીકમાં રહેતી દીકરીને જાણ કરી હતી. જેથી સૈફતભાઈની બહેન સવારે 8 વાગ્યાની આસપાસ ભાઈ સૈફતના ઘરે આવ્યા હતા. તેઓએ વારંવાર દરવાજો ખખડાવ્યો હતો. છતાં કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી આસપાસના રહીશો પણ ભેગા થઈ ગયા હતા. આવામાં અંદરથી કોઈ જવાબ ન મળતા દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર જઈને જોયું તો તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારના પાંચેય સદસ્યોના મૃતદેહો જમીન પર પડ્યા હતા.   


આ પણ વાંચો : 800 કિલો ક્લોરીન ગેસ શામળાજીના પ્લાન્ટમાંથી થયો લીકેજ, બે ગામના લોકોના શ્વાસ રુંધાયા 


એક જ પરિવારના પાંચ લોકોની આત્મહત્યાના બનાવ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસને જમીન પર પડેલા મૃતદેહો મળ્યા હતા. તો સાથે જ જમીન પર મીઠાઈનું ખાલી બોક્સ પણ પડ્યું હતું. જેથી પોલીસને શંકા છે કે, પરિવારે મીઠાઈમાં ઝેર ભેળવીને મોત વ્હાલુ કર્યું હતું. 


5 લોકોએ આત્મહત્યા કરતા સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી છે. કારણ કે, અગાઉ પણ આ પરિવારના એક ભાઈએ થોડા સમય અગાઉ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. દુધિયાવાલા પરિવાર લાંબા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું હતું. મૃતક સૈફતભાઈના પિતાએ સૈફતની સાળી સાથેની સોનાની લેતી દેતી મામલે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓએ કહ્યું કે, સોના મામલે સાળી સાથે છેલ્લા કેટલાક સમયથી સૈફતનો વિવાદ ચાલી રહ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો : આજે સવારથી ગુજરાતની જમીન પર પાણીનું એક ટીપું પણ નથી પડ્યું, વરસાદનો વિરામ...