ગાંધીનગર : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી વિભાગની વિવિધ કચેરીઓનાં સંચાલન માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જરૂરી સેવાઓ સિવાય કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી તમામ સરકારી કચેરીઓ બંધ રાખવા આદેશ કરાયો છે. કન્ટેઇન્મેન્ટ ઝોન બહારની અમદાવાદ અને ગાંધીનગર ખાતેની કચેરીઓમાં વર્ગ 1 અને વર્ગ 2ના તમામ અધિકારીઓ અને વર્ગ 3 અને 4નાં 50 ટકા કર્મચારીઓને ઓફીસમાં બોલાવી શકાશે. જ્યારે અન્ય તમામ જિલ્લામાં કન્ટેઇનમેન્ટ ઝોન બહારની કચેરીઓમાં 100 ટકા સ્ટાફ સાથે ચાલુ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની ધોરી નસ જેવા હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગો ધમધમશે, કમિશ્નર સાથે બેઠક બાદ નિર્ણય

જો કે પરિપત્રમાં સ્પષ્ટતા છે કે જો કોઇ કર્મચારી કન્ટેઇનમેન્ ઝોન વિસ્તારમાં રહેતું હોય તો તે કર્મચારી બોલાવી શકાશે નહી. જે કચેરીનાં જવાબદારી અધિકારી ઇચ્છે તો શિફ્ટ પ્રમાણે કર્મચારી અધિકારીઓને બોલાવી શકે છે. આ તમામ જિલ્લાની Containment Zoneના બહાર વિસ્તારમાં તમામ કચેરીઓ 100 % સ્ટાફ સાથે કાર્યરત રહેશે.


અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં બસોનું સંચાલન શરૂ, આ નિયમો અને શરતો રહેશે લાગું


જો કે Containment Zoneમાં રહેતા કર્મચારીઓે ફરજ પર બોલાવવા નહી. અન્ય જિલ્લામાં આવેલી કચેરીઓ જરૂર જણાય તો staggered Timing રાખી શકે. તાજેતરમાં જ નોવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા માટે ભારત સરકારના ગૃહમંત્રાલય, કર્મચારીગણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવાની થતી તકેદારી સંબધિત પરિપત્ર કરતા રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર