કોરોનાની ખેર નથી! સંપુર્ણ સ્વદેશી બનાવટનું વેન્ટિલેટર રાજકોટની કંપનીએ માત્ર 1 લાખમાં તૈયાર કર્યું
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ચુક્યો છે. ત્યારે વિશ્વ સમક્ષ સૌથી મોટો પડકાર વેન્ટિલેટર સ્વરૂપે આવ્યો છે. જો કે ભારતના અનેક ઉદ્યોગપતિઓ દ્વારા વેન્ટિલેટર અંગે પહેલ કરવામાં આવી છે. પરંતુ હાલ ગુજરાતે એક અનોખી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં સંપુર્ણ સ્વદેશી બનાવટનું વેન્ટિલેટર ફક્ત 10 દિવસમાં નિર્માણ કર્યું છે. આ વેન્ટિલેટરને ધમણ-1 નામ આપવામાં આવ્યું છે. આ વેન્ટિલેટરની સૌથી મોટી ખાસીયત છે કે તેનાં તમામ પાર્ટ્સ સ્વદેશી છે ઉપરાંત આ 1 લાખ રૂપિયા જેટલા ખર્ચમાં તૈયાર થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેન્ટિલેટર ભારતમાં બનતા નથી તેને વિદેશથી જ આયાત કરવા પડે છે. જે 6-8 લાખ રૂપિયામાં પડે છે અને હાલ વૈશ્વિક મહામારીના કારણે તેની ખુબ જ શોર્ટેજ જોવા મળી રહી છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ વેન્ટિલેટરને લોન્ચ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ : કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ચુક્યો છે. ત્યારે વિશ્વ સમક્ષ સૌથી મોટો પડકાર વેન્ટિલેટર સ્વરૂપે આવ્યો છે. જો કે ભારતના અનેક ઉદ્યોગપતિઓ દ્વારા વેન્ટિલેટર અંગે પહેલ કરવામાં આવી છે. પરંતુ હાલ ગુજરાતે એક અનોખી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં સંપુર્ણ સ્વદેશી બનાવટનું વેન્ટિલેટર ફક્ત 10 દિવસમાં નિર્માણ કર્યું છે. આ વેન્ટિલેટરને ધમણ-1 નામ આપવામાં આવ્યું છે. આ વેન્ટિલેટરની સૌથી મોટી ખાસીયત છે કે તેનાં તમામ પાર્ટ્સ સ્વદેશી છે ઉપરાંત આ 1 લાખ રૂપિયા જેટલા ખર્ચમાં તૈયાર થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેન્ટિલેટર ભારતમાં બનતા નથી તેને વિદેશથી જ આયાત કરવા પડે છે. જે 6-8 લાખ રૂપિયામાં પડે છે અને હાલ વૈશ્વિક મહામારીના કારણે તેની ખુબ જ શોર્ટેજ જોવા મળી રહી છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ વેન્ટિલેટરને લોન્ચ કરવામાં આવ્યું હતું.
સુરત: હોમ ક્વોરોન્ટાઇન કરાયેલો યુવક પોલીસ સંબંધીની મદદથી મહારાષ્ટ્ર ભાગી ગયો
મુખ્યમંત્રીના અનુસાર કોરોના સામેની લડાઇમાં વેન્ટિલેટર સૌથી મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે. પોઝિટિવ દર્દીને ફેફસાનું સંક્રમણ વધી જાય તેવી સ્થિતીમાં તેને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે છે. આવામાં વેન્ટિલેટરની અછત સર્જાય તે સ્વાભાવિક છે. જો કે ગુજરાતે આ પડકાર ઝીલ્યો અને તેમાં સફળતા પણ મેળવી છે.
કોરોનાનો કહેર: અર્થીને અંતિમ સંસ્કારતો ઠીક ચહેરો પણ માંડ જોવા મળે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ તમામ ઇમ્પોર્ટ અટકેલું છે ત્યારે વેન્ટિલેટર બનાવવા મુશ્કેલ છે. તેવામાં ભારતની 26 કંપનીઓમાં જ્યોતિ સીએનસી દ્વારા સંપર્ક કરીને તમામ પાર્ટ્સ એકત્ર કરીને વેન્ટિલેટર બનાવવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટરનાં નિર્માણ માટે સુરત, જામનગર, મોરબી, મુંબઇ, ચેન્નાઇ, બેંગ્લોર સહિતની ભારતીય કંપનીઓએ પાર્ટસ આપ્યા છે. જો કે આ વેન્ટિલેટરને બનાવવાનો ખર્ચ 1 લાખથી પણ ઓછો આવ્યો છે.
રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનનાં કિસ્સા વધી રહ્યા છે, લોકોએ વધારે સાવચેતીની જરૂર: જયંતિ રવિ
હાલ તો અસારવા સિવિલ હોસ્પિટલમાં એક દર્દી પર તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટર પાંચ કલાક કરતા વધારે સમય સુધી દર્દી પર સફળ રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું. જો કે આ વેન્ટિલેટર ખાસ રીતે કોવિડ-19ના દર્દીને ધ્યાને રાખીને તૈયાર કરાયું છે. જેથી ધમણ-2 અને ધમણ 3માં તમામ ઇક્વિપમેન્ટથી સજ્જ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યોતિ સીએનસીએ જણાવ્યું કે, પહેલા 1000 વેન્ટિલેટર તે ગુજરાતને આપશે ત્યાર બાદ અન્ય રાજ્યોને પણ જરૂરિયાત અનુસાર પુરા પાડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube