રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનનાં કિસ્સા વધી રહ્યા છે, લોકોએ વધારે સાવચેતીની જરૂર: જયંતિ રવિ
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસે દિવસે વિકટ થતી જઇ રહી છે. રાજ્યમાં આજે 10 દવા કેસ નોંધાવાને કારણે હડકંપ મચી ગયો છે. તંત્ર દોડતું થયું છે. જેમાં પાંચ કેસ અમદાવાદનાં, બે ગાંધીનગર, બે ભાવનગર અને એક પાટણનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. આ ઉપરાંત સૌથી ચોંકાવનારી બાબત છે કે આ તમામ કેસ લોકડ ટ્રાન્સમિશન છે. માત્ર પાટણનાં પેશન્ટની પાકિસ્તાનની ટ્રાવેલ હિસ્ટ્રી છે. તેવામાં તંત્ર માટે આ મુદ્દો ચિંતાનો બન્યો છે.
આરોગ્ય સચિવે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 2139 લોકોનાં રિપોર્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 2018 નેગેટિવ આવ્યા છે અને 105 કેસ પોઝીટીવ આવ્યા છે. જ્યારે 16 ટેસ્ટ હજી પણ પેન્ડિંગ છે. 105 પૈકી 84 કેસ સ્ટેબલ છે. 11 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. 10 લોકોનાં મોત નિપજ્યાં છે. એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી.
રાજ્યમાં કુલ 15777 લોકોને ક્વોરોન્ટીન કરવામાં આવેલા છે. જે પૈકી 14520 હોમ ક્વોરન્ટીન છે જ્યારે 986 લોકોને સરકારી જગ્યાઓ પર ક્વોરોન્ટીન રાખવામાં આવ્યા છે. જ્યારે 418 સામે કાયદાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદનાં કેટલાક વિસ્તારોને ક્વોરિન્ટીન કરવામાં આવ્યા છે. જ્યાં સંપુર્ણ આવન જાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે