કૃતાર્થ જોશી/મહુવા/વીરપુર : મોરારી બાપુના સમર્થનમાં આજે મોરારી બાપુનું ગામ જે તાલુકામાં આવેલું છે તે મહુવા તાલુકો, મોરારી બાપુનાં ગામ તલગાઝરડા અને યાત્રાધામ વીરપુર સજ્જડ બંધ રહ્યા હતા. મોરારી બાપુ પર થયેલા હુમલા મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. ગઇકાલે હુમલા અંગે મહુવામાં બેઠક પણ મળી હતી. જેમાં મહુવા રાજકીય પક્ષનાં કાર્યકરો, સામાજિક સંસ્થાઓનાં આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુસંતો સહિત વિચારકો હાજર રહ્યા હતા. આ બેઠક બાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ વીરપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનનાં પગલે મહુવા અને વીરપુર બંન્ને સ્થળો પર સજ્જડ સ્વયંભુ બંધ પળાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘સમાજ અમને એક નહિ થવા દે...’ એ બીકે એક ફળિયામાં રહેતા પ્રેમીઓએ કૂવામાં છલાંગ લગાવી

અત્રે ઉલ્લેખનીય છે કે, પબુ ભા માણેક દ્વારા હુમલાનાં નિષ્ફળ પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. સમગ્ર સાધુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ સંતો મોરારી બાપુને મળવા માટે પહોંચી રહ્યા છે. જો કે સંતોમાં રોષ હોવા છતા તેમણે લોકોને શાંતિ જાળવવા માટે જ અપીલ કરી હતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર કોઇ પણ વાતનો ખોટો પ્રચાર ન થાય તે માટે પણ લોકોને તકેદારી રાખવા માટે જણાવ્યું હતું. 


અમદાવાદમાં રથયાત્રાના યોજવા અંગે હાઇકોર્ટના નિર્દેશ બાદ જ ગુજરાત સરકાર લેશે નિર્ણય 

મોરારી બાપુ પરના હુમલા અંગે મહુવાનાં સમગ્ર નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. જેના પગલે તમામ નાગરિકો દ્વારા બંધનાં આહ્વાનને વધાવી લેવામાં આવ્યું હતું. તમામ ધર્મ અને કોમ દ્વારા બંધના સમર્થનમાં દુકાનો અને ધંધાઓ બંધ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત મહુવા માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહ્યું હતું. નાગરિકો દ્વારા એક મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે માંગ કરવામાં આવી હતી કે પબુભા માફી માંગે નહી તો વધારે વિરોધ અને જલદ કાર્યક્રમ આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર