હિતલ પારેખ/ અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) અમદાવાદ મહાનગર પાલિકા (AMC) વિસ્તારમાં વિવિધ વિકાસ કામો (Development Works) માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો જનહિત સુખાકારી નિર્ણય કર્યો છે. આ રકમ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jyanti Mukhyamantri Shaheri Vikas Yojana) અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ (CM Rupani) અમદાવાદ મહાનગરમાં રોડ રિસરફેસીંગ (Road Resurfacing) તથા માઇક્રો સરફેસીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો, પાણી પૂરવઠાના કામો તથા ફાયર સાધનો, તળાવ ડેવલપમેન્ટ (Development) વિગેરે માટે 354.80 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતરમાળખાકીય વિકાસના 6 કામો માટે 85 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.


આ પણ વાંચો:- AHMEDABAD: ત્રણ-ત્રણ લગ્ન છતા મહિલા સુખને ન પામી શકી, ભાઇને મેસેજ કર્યો અને...


અમદાવાદ મહાનગર પાલિકા (AMC) વિસ્તારમાં 2 રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અન્ડરબ્રીજના કામો માટે 8 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ ફાળવ્યા છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગતના રસ્તાના કુલ 41 કામો માટે રૂ. 90 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉપરાંત રોડ, રસ્તા, પાણી, ગટર વિગેરેના હાલમાં કાર્યરત પ્રોજેકટસ માટે રૂ. 164 કરોડ ફાળવ્યા છે.


આ પણ વાંચો:- AHMEDABAD: ક્રાઇમબ્રાંચે એક વ્યક્તિને ઝડપીને તેનો મોબાઇલ ખોલ્યો તો આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ


મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્રતયા અમદાવાદ મહાનગર પાલીકા વિસ્તારના બહુવિધ વિકાસ કામો માટે 702 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આના પરિણામે અમદાવાદ મહાનગરના વિકાસ કામોમાં વધુ ગતિ આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube