ગુજરાતમાં ગત મોડી રાત્રે મોટી રેલ દુર્ઘટના ટળી! આ રીતે ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કરાયો
વાપી રેલવે સ્ટેશન પર નજીક ગઈ મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. કોઈ ટીખળખોરે સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સમયસુચકતાથી આ અંગે રેલવે ભાગને જાણ થતાં જ તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી.
Trending Photos
નિલેશ જોશી/વાપી: વાપી રેલવે સ્ટેશન પર નજીક ગઈ મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. કોઈ ટીખળખોરે સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સમયસુચકતાથી આ અંગે રેલવે ભાગને જાણ થતાં જ તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી. અને ટ્રેક પર મૂકેલા સિમેન્ટના પોલને ટ્રેક પરથી દૂર કર્યો હતો. કોઈ ટ્રેન પહોંચે એ પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં સફળતા મળી હતી.
આજે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ પોલ અહીંયા કોને મૂક્યો?? અને શું ઈરાદથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું?? તે અંગે પણ હવે રેલવે પોલીસ સહિતના એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલ્વે ટ્રેક પર આ રીતે આડસો મૂકી અને ટ્રેન ઉથલાવી મારવાના પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે.
જોકે સદનસીબે અગાઉની ઘટનાઓમાં પણ સમય સૂચકતાથી આવી આડસો અંગે જાણ થતા રેલવે વિભાગ દ્વારા આવા કાવતરાઓને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી. આજે પણ બનેલી આ ઘટનાને ગંભીતાથી લઈ રેલવે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે