સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લાના ઓલપાડના દેલાડ ગામે અપશબ્દો બોલવાની નજીવી બાબતે બબાલ કરી રહેલ ઈસમે એકાએક ઉશ્કેરાઈ જઈ એક યુવકને ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઓલપાડ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આ વાત સાંભળી ચોંકી જશો! શું ચોમાસા પહેલા ગુજરાતનમા ત્રાટકશે વાવાઝોડું


સુરત જિલ્લામાં લૂંટ, હત્યા, ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે વધુ એક ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. ઓલપાડના દેલાડ ગામે UP ના વતની ગણેશ નાથુરામ રાજપૂત કરિયાણાની દુકાન પાસે વતનમાં ગામમાં સાથે રહેતા મિત્રો સાથે ઊભા થયા હતા. ત્યારે ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો સંદીપ રામસેવક રાજપૂત કરિયાણાની દુકાને સામાન લેવા આવ્યો હતો. 


દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમ


તે સમયે સંદીપ નામનો ઇસમ અચાનક ગાળો બોલવા લાગ્યો હતો. જેને લઇને ગાળો નહિ બોલવાનું કહી ગણેશ એ એના મોટા ભાઈને ફોન કરી બોલાવ્યા હતા. સ્થળ પર પહોંચેલ શિવકાત નામના યુવકે સંદીપને સમજાવવાની કોશિશ કરતા સંદીપ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને ધક્કો મારી જમીન પર પાડી ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી લોહી લુહાણ કરી શિવકાન્તની ઘાતકી હત્યા કરી સંદીપ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 


અમદાવાદમાં PSIનું દર્દ છલક્યું, કહ્યું;'PIના ત્રાસથી કંટાળી આપઘાતનો વિચાર આવે છે'


હત્યા ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા ઓલપાડ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ હત્યારા સંદીપ રાજપૂતને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા હતા. પોલીસે બાતમી દિશા અનુરૂપ વોચ ગોઠવી અને ગણતરીની કલાકોમાં જ ઓલપાડ પોલીસ હત્યારાના કોલર સુધી પહોંચી ગઈ હતી. અને સાયણથી ઓલપાડ જતા રોડ પર દેલાડ પાટિયા નજીક થી ઝડપી પાડયો હતો. પોલીસ પૂછપરછ તેને ગુનાની કબૂલાત કરી હતી. 


મોટી દુર્ઘટના! સુરતમાં પૂર્વ કોર્પોરેટર નલીનચંદ્ર કડીવાલાના માથે સ્લેબ પડતા કરૂણ મોત


હાલ તો પોલીસે આરોપી જેલ ના સળિયા પાછળ ધકેલીને કોર્ટમાં હાજર કરી વધુ તપાસના અનુસંધાને રીમાંડ મેળવી અન્ય કોઈ ગુનાઓમાં આરોપીની સંડોવળી છે કે કેમ તે અંગે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


લક્ષદ્વીપ પછી જજો, પહેલા ગુજરાતના આ દરિયાની મજા ચોક્કસ માણજો! ભૂલી જશો તમામ બીચ