તેજસ મોદી, સુરત: રાજદ્રોહના કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટમાં આપેલી બાંહેધરીઓનું પાલન કરવાની અને 6 મહિના સુધી સુરતમાં પ્રવેશ ના કરવાની શરતે જામીન મંજૂર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, 26મી જુલાઇના રોજ રાજદ્રોહ કેસમાં જેલમાં કેદ અલ્પેશ કથીરિયાની જામીન અરજીમાં બંને પક્ષોની દલીલો કોર્ટમાં પુરી થતા આ મામલે કોર્ટે ચુકાદો મુલતવી રાખ્યો હતો. કોર્ટમાં અલ્પેશ તરફથી અંડરટેકીંગ આપવામાં આવ્યું હતું. તો સરકારે તેના જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ કેસની સુનાવણી આજે કરવામાં આવી હતી.


વધુમાં વાંચો:- શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શનાર્થે જવું છે સોમનાથ, તો જતા પહેલા જાણો આ વાત...


ગત સુનાવણીમાં બંને પક્ષના વકીલો દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. જેમાં અલ્પેશ કથીરિયાના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, રાજદ્રોહ કેસમાં અલ્પેશનો કોઇ મહત્વનો રોલ નથી. અલ્પેશે પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું જે હવે તે નહીં કરે તેવી બાંહેધરી આપવા અમે તૈયાર છીએ.


વધુમાં વાંચો:- ગુજરાતના વધુ એક IAS અધિકારી દિલ્હીમાં, બનશે વિદેશમંત્રીના PS


અલ્પેશ કથીરિયા તમામ શરતોનું પાલન કરશે તેવું અંડરટેકીંગ પણ કોર્ટમાં આપવામાં આવ્યું હતું. ત્યારે સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, અલ્પેશ કથીરિયાએ પોલીસ, જજ અને સંખ્યાબંધ લોકો સાથે ગેરવર્તન કર્યું હતું. તે વિરૂદ્ધ 124 Aની કલમ લગાવવામાં આવી છે. જેમાં આજીવન કેદની જોગવાઇ છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...